તાપી જેવા નવા જિલ્લામાં દક્ષિણ ગુજરાતનો કાર્યક્રમ યોજાય ત્યારે આપણા માટે ગર્વનો વિષય છે- ભાર્ગવી દવે |
જિલ્લા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત ગમત અને યુવા વિકાસ અધિકારી તાપી દ્વારા આયોજીત દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ-૨૦૨૨/૨૦૨૩ વ્યારા સ્થિત શ્યામા પ્રસાદ મુખરજી ટાઉન હોલ ખાતે જિલ્લા કલેક્ટર ભાર્ગવી દવે ના અધ્યક્ષ સ્થાને ખુલ્લો મુકાયો હતો. જિલ્લા કલેક્ટર ભાર્ગવી દવે એ આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે વિશ્વ માતૃભાષા દિવસ પણ છે અને આ રૂડો અવસર તાપી જેવા નવા જિલ્લામાં દક્ષિણ ગુજરાતનો કાર્યક્રમ યોજાય ત્યારે આપણા માટે ગર્વનો વિષય છે, આપણા જિલ્લામાં આપણા આંગણે બીજા જિલ્લાના મહેમાન કલાકારો આવ્યા છે અને તેમની કલાનું પ્રદર્શન કરવાના છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ભાર્ગવી દવેએ આપણા જીવનમાં કલાનું મહત્વ કેટલુ છે તે સમજાવતા જણાવ્યું હતું કે કલા,સાહિત્ય અને સંગીત ના રસ વગરનો માનવી પશુ સમાન છે. દરેક માણસે કોઈ ને કોઈ કલામાં રસ લેવો જોઈએ, જીવનમાં ફક્ત ભણતર જ જરૂરી નથી તેની સાથે સાથે ગણતર,ચણતર પણ જરુરી છે. ભણતર, ગણતર,ચણતરથી આપણી કારર્કિર્દી રચાય છે.અને કોઇ પણ કારકિર્દી કલા વગર અધુરી છે. આપણે આપણી અંદર રહેલી જે કલા છે એમાં પ્રવૃત્ત રહેવું જોઇએ. વધુમાં સરસ્વતીએ કલાકારોને વરદાન આપ્યું છે અને તમામ કલાકારો પોતાની શ્રેષ્ઠ કલાનું પ્રદર્શન કરો અને સુંદર મજાના પારિતોષિક જીતીને જાઓ એમ કહી કલેક્ટર દવેએ કલાકાર મિત્રો અને સ્પર્ધકોને શુભકામનાઓ પાઠવી હતી.
ધારાસભ્ય મોહન કોંકણીએ કલાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતુ કે કલા વગરનો કોઇ મનુષ્ય નથી,દરેક વ્યક્તિમાં કલા હોય છે અને લોકોમાં આવી કલાઓ સુષપ્ત અવસ્થામાં પણ રહેલી હોય છે અને એ કલાને બહાર લાવવા માટે, વિવિધ પ્રતિભાઓને ઉજાગર કરવા માટે આ પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવ્યું છે.તેથી તમામે આવા અવસરનો લાભ લેવો જોઇયે. આ કાર્યક્રમમાં ગરબા,વાસળી,ગઝલ શાયરી સ્પર્ધા યોજાઇ હતી જયારે કથ્થક,સુગમ સંગીત,ઓર્ગન, સર્જનાત્મક કામગીરી ૨૨-૦૨-૨૦૨૩ના બુધવારના રોજ સવારે યોજાશે.
નગરપાલિકા પ્રમુખ સેજલ રાણા, સંગઠન પ્રમુખ કુલીન પ્રધાન,ઇંચા જિલ્લા વિકાસ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર આર.જે.વલવી તથા ડી વાય એસ પી.નાયક ,વિવિધ કલાના નિર્ણાયક,સંચાલકો, દક્ષિણ ગુજરાતના જુદા જુદા માં જિલ્લા થી પધારેલ કલાકારો/સ્પર્ધકો-ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590