આજ રોજ સોનગઢ મામલતદાર કચેરી ખાતે સોનગઢ તાલુકા આઇ.સી.ડી.એસ.વિભાગના બ્લોક મોનીટરીંગ અને રીવ્યુ કમિટીની મીટીંગ(BLMRC)નું આયોજન વ્યારા પ્રાંત અધિકારી આર.સી.પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.અધ્યક્ષસ્થાનેથી તમામ રિવ્યૂ કમિટીના સભ્યોની હાજરીમાં આઇ.સી.ડી.એસ. વિભાગની વિવિધ યોજનાઓનો રિવ્યુ કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને દૂધ સંજીવની યોજના, પોષણ સુધા યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના તેમજ બાળકોને આપવામાં આવતું દૈનિક પોષણ સંબંધી કામગીરી નો તમામ સુપરવાઇઝર અને સીડીપીઓ સહિતના સ્ટાફનો રિવ્યુ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત જરૂરી મુદ્દાઓ જેવા કે બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે કઈ કઈ બાબતો પર વર્કર અને સુપરવાઇઝર બહેનોએ ભાર આપવુ જોઈએ.જેમાં જરૂરી ફિલ્ડ વિઝિટ, વારંવાર ગૃહ મુલાકાત, નિયમિત અને સમયસર નાસ્તો અને વજન વગેરે સહિત આંગણવાડીના મકાન બાબતો અંગે તથા તેના બાંધકામ બાબતમાં પ્રાંત અધિકારીશ્રી પટેલે જરૂરી માર્ગદર્શન આવ્યુ હતુ.આ સાથે તેમના દ્વારા વિભાગો વચ્ચેની આંતરિક સમસ્યાઓનો પણ મિટિંગમાં જ ઉકેલ લાવવામાં આવ્યો હતો. આમ આજરોજ યોજાયેલ આ મીટીંગ બાળકોના સફળ તંદુરસ્ત જીવન અને વિવિધ યોજનાકીય સફળતાને પહોંચી વળવાના મંત્ર સાથે સફળતાપૂર્વક બેઠક પૂર્ણ થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590