નાણાકીય વર્ષ 2023-24 ના બજેટ અંગે આજે તાપી જિલ્લા સર્કિટ હાઉસ ખાતે સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષ સ્થાને તથા ધારાસભ્યો મોહનભાઇ કોંકણી, ડૉ.જયરામ ગામીતની ઉપસ્થિતીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.જેમાં સાંસદે ગુજરાત રાજ્યને સંલગ્ન તથા દેશના વિકાસ માટે જરૂરી વિવિધ મુદ્દાઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે , ઈન્કમ ટેક્સ અંગે મોટી જાહેરાત સમાન 7 લાખ રૂપિયા સુધીની આવક પર નહીં ભરવો પડે ટેક્સ અંગે, ટેક્સ રિટર્ન ની પ્રક્રિયા 90 દિવસથી ઘટાડીને 16 દિવસ કરવામાં આવી, રમકડાં પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 13 ટકા કરવા બાબતે, ઈલેક્ટ્રોનિક વાહનોમા વપરાતી બેટરી અને મોબાઈલ ફોન માં વપરાતી લિથિયમ બેટરી પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો, ટેલિવિઝન પેનલ પર આયાત ડ્યૂટી ઘટાડીને 2.5 ટકા કરવા અંગે તથા સિનિયર સિટિઝન એકાઉન્ટ સ્કીમ ની મર્યાદા 4.5 લાખથી 9 લાખ કરવામાં આવશે.એટલે કે આ સ્કીમમાં વધુમાં વધુ 4.5 લાખની જગ્યાએ 9 લાખ રૂપિયા સુધી જમા કરી શકાશે. જ્યારે જોઈન્ટ એકાઉન્ટમાં વધુમાં વધુ જમા રકમની મર્યાદા વધારીને 15 લાખ કરાઈ છે એમ જણાવ્યું હતું.
તેમજ સાંસદે વધુમાં જણાવ્યું હતું કે મહિલા સન્માન બચત પત્ર, આદિજાતિ મિશન માટે 3 વર્ષમાં 15,000 કરોડની જાહેરાત, પીએમ હાઉસિંગ સ્કીમ ની રકમ વધારીને 79,000 કરોડ રૂપિયા કરવા તથા રેલવે માટે 100 નવી યોજનાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે વર્ષ 2013-14 ની સરખામણીમાં રેલવેનું આ બજેટ લગભગ 9 ગણું વધારે છે. આ અત્યાર સુધીની સૌથી મોટી ફાળવણી છે એમ ઉમેર્યું હતું. આ ઉપરાંત દેશનો તાત-ખેડૂતો માટે ડિજિટલ તાલીમ શરૂ કરવામાં આવશે તથા કૃષિ ક્ષેત્ર માટે સ્ટોર ક્ષમતા વધારવાની જાહેરાત કરવામાં આવી છે. જેના થકી વધુ સ્ટોરેજ સવલતો હોવાને કારણે ખેડૂતોને તેમની નફાકારકતા ને ટેકો આપતા ઉત્પાદનને મંડીઓ સુધી પહોંચાડવામાં મદદ મળશે. શિક્ષણ પર મહત્વની જાહેરાત અંગે માહિતી આપતા દેશભરની એકલવ્ય મોડેલ સ્કૂલોમાં 38800 શિક્ષકોને પુનઃ સ્થાપિત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.ફાર્મામાં સંશોધનને પ્રોત્સાહન,શિક્ષકોને તાલીમ જેવા વિવિધ મુદ્દાઓ અંગે માહિતી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590