Latest News

તાપી જિલ્લામાં સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત ૫ વર્ષ સુધીના ૫૭૦૫૭ બાળકોને પોલિયોના ડોઝ અપાશે

Proud Tapi 26 May, 2023 12:21 PM તાપી

તાલીમબધ્ધ ૨૨૩૦ પેરા મેડીકલ સ્ટાફ તથા આશા બહેનો મારફત ૫૨૯ બુથ,૩૨ ટ્રાન્ઝીટ ટીમ, ૧૫ મેળા બજાર ટીમ, ૧૦ મોબાઈલ ટીમનું સઘન આયોજન

તાપી જિલ્લામાં પંચાયત આરોગ્ય શાખા દ્વારા આગામી તા.૨૮ મે ૨૦૨૩ થી ત્રિદિવસીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના ૦ થી ૫ વર્ષના અંદાજીત ૫૭૦૫૭ બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે.

સમગ્ર વિશ્વમાંથી પોલિયો નાબૂદ થયો છે.પરંતુ આપણા ભારતના પાડોશી દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હજુ પણ પોલિયોના કેસ જોવા મળે છે. ભારતમાં તેની અસર ના થાય તે માટે પલ્સ પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવી રહેલ છે. તાપી જિલ્લામાં તા.૨૮ મે, ૨૦૨૩થી શરૂ થનાર સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અતર્ગત જિલ્લાના ૦ થી ૫ વર્ષના અંદાજીત ૫૭,૦૫૭ બાળકો પોલિયોના રસીના બે ટીપાં પીવડાવવા કૂલ-૫૨૯ બુથ, ૩૨ ટ્રાન્ઝીટ ટીમ, ૧૫ મેળા બજાર ટીમ, ૧૦ મોબાઈલ ટીમનું સઘન આયોજન કરવામાં આવેલ છે જેમાં, તાલીમબધ્ધ ૨૨૩૦ પેરા મેડીકલ સ્ટાફ તથા આશા બહેનો મારફત પોલિયો રસીકરણ ની કામગીરી કરવામાં આવશે. ત્રિદિવસીય આ પોલીયો રાઉન્ડ દરમ્યાન જાહેર સ્થળો જેવા કે, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, હાટ, બજારો, ઇંટના ભઠ્ઠાઓ, શેરડી કટીંગ પડાવીયાઓ તથા અન્ય ટ્રાન્ઝીટ સાઇટ ખાતે ટ્રાન્ઝીટ ટીમ દ્વારા પોલિયોની રસી પીવડાવવામાં આવશે. આ અભિયાનમાં તમામ જાહેરજનતા દ્વારા જાગૃતતા કેળવી ૫ વર્ષ સુધીના તમામ બાળકોને આવરી લઇ પોલિયોની રસી અપાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તાપી ની અખબારી યાદી દ્વારા અનુરોધ કરાયો છે.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post