વ્યારા ખાતે આવેલા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે આવતા પરિવારજનો ને બેસવા માટે બનાવેલ ટેરેસ પર તાળું મારી દેતા દર્દી સાથે આવતા સ્વજનોને શાંતિથી બેસવાનું પણ નસીબ નથી થતું,તેમજ હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં હોસ્પિટલમાં પાણીની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે દર્દી અને પરિવારજનો એ પાણી માટે પણ ફાફા મારવા પડે છે.
જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાંથી દર્દીઓ સારવાર લેવા માટે વ્યારા રેફરલ હોસ્પિટલમાં આવતા હોય છે. તેથી દર્દીઓ સાથે તેમના સ્વજનો પણ દર્દીની સારસંભાળ રાખવા માટે આવતા હોય છે.ત્યારે આ સ્વજનો માટે તો હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી જ નથી.
હોસ્પિટલમાં પરિવારજનોને બેસવા માટે બનાવેલ ટેરેસ પર તાળું મારી દેવામાં આવે છે, તેમજ બાંકડાઓની હાલત પણ ધૂળ ખાતી અને બિસ્માર જોવા મળે છે જેના કારણે દર્દી સાથે આવતા સ્વજનોએ હાલાકી ભોગવવી પડે છે.
સારવાર લેવા આવતા દર્દી તથા પરિવારજનોને આટલી કાળઝાળ ગરમીમાં પાણી માટે પણ ફાફા મારવા પડે છે. રેફરલ હોસ્પિટલમાં પીવાના પાણીના 2 જ જગ્યા એ વોટર કુલિંગ મશીન ચાલુ છે તેથી તેમને પાણી પણ યોગ્ય રીતે મળી રહેતું નથી.રેફરલ હોસ્પિટલ ના તંત્ર અને જવાબદાર અધિકારીઓ દ્વારા આ અંગે યોગ્ય પગલા લઈ દર્દી સાથે આવતા પરિવારજનો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590