નિઝર પોલીસ એ બહુરૂપા ગામ ખાતેથી ગેરકાયદેસર રીતે ગંજીપાડાનો પૈસા પર હાર જીતનો જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ સ્થળ પરથી ૧૦ હજાર કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને જુગાર રમાડનાર ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
નિઝર પોલીસે બહુરૂપા ગામેથી જુગાર રમતા 6 જુગારીઓને બાતમીના આધારે ઝડપી પાડયા હતા.નિઝર પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, બહુરૂપા ગામે રહેતા ફતુ જેહર્યા પાડવી ના ઘરની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે કેટલાક ઈસમો ગંજી પાનાનો પૈસા પર હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે નિઝર પોલીસ સ્ટાફના માણસોએ બહુરૂપા ગામ ખાતે રેડ કરી હતી.જેમાં સ્થળ પરથી 1.જાલમસિંગ સાકાસમ પાડવી (રહે. ભવાર તા. તળોદા જી. નંદુરબાર, મહારાષ્ટ્ર) 2.વિક્રમ રામજી પાડવી (રહે. મરી માતા ગલી તા. તળોદા જી. નંદુરબાર મહારાષ્ટ્ર) 3.રાકેશ લુસિંગ ઠાકરે (રહે. તળોદા ગામ તા. તળોદા જી. નંદુરબાર મહારાષ્ટ્ર) 4.ખંડેરાવ સેન પડુ મરાઠે(રહે. તળોદા ગામ તા. તળોદા જી. નંદુરબાર મહારાષ્ટ્ર) 5.સુરેશભાઈ ગુલાબભાઈ પાડવી(રહે. તળોદા ગામ તા. તળોદા જી. નંદુરબાર મહારાષ્ટ્ર) 6.સુપડુ બાબુ આહિરે (રહે. તળોદા ગામ તા. તળોદા જી. નંદુરબાર મહારાષ્ટ્ર) એમ મળી કુલ ૬ જુગારીઓ ની અટકાયત કરવામાં આવી હતી.
તેમજ સ્થળ પરથી ૧૦,૭૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.તેમજ જુગાર રમાડનાર મુખ્ય સૂત્રધાર સુરેશ દેવીદાસ વળવી(રહે.બહુરુપા તા.કુકરમુંડા , જી.તાપી)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.નિઝર પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590