મહેશ પાડવી (નિઝર) : નિઝર તાલુકામાં આવેલા કોઠલી ગામે સરકારી નીતિનિયમો નેવે મુકીને ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યુ છે. તાપી જિલ્લા ભૂસ્તર વિભાગની રહેમ નજર હેઠળ આખું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યુ હોવાનું જણાવા મળ્યું છે.
કોઠલી ખાતે આવેલ લીઝ ધારક ભાવેશભાઈ દ્વારા પોતાના હદ બહાર જઈ રેતી ખનન કરવામાં આવી રહ્યુ છે, ત્યારે સ્થાનિક ભુસ્તર વિભાગ અને નિઝર પ્રાંત વિભાગ આંખે કાળી પટ્ટી બાંધીને બેઠી હોય તેવું જોવા મળી રહ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી નિઝરના કોઠળી ગામે સરકારી નીતિ નિયમો નેવે મૂકીને રેતી ખનન કરવામાં આવી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તાપી જિલ્લા ભૂસ્તર વિભાગ ના કેટલાક અધિકારીઓ આ રેતી માફિયાઓ સાથે સાઠ ગાંઠ ધરાવતા હોય તેવું જાણવા મળ્યું છે. ત્યારે આ રેતી માફિયાઓને રોકવા માટે ગાંધીનગર વિજિલન્સ દ્વારા રેડ પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590