સુરતના ડિંડોલીમાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ થયાનો આરોપ મહિલાએ લગાવ્યો. ફરિયાદ બાદ પોલીસે લિંબાયતના તાંત્રિક અહેમદનૂર અલ્લાનૂર પઠાણની ધરપકડ કરી લીધી છે. વાત એવી હતી કે મહિલાના પતિનો વ્યવસાય ચાલતો ન હતો. આર્થિક તંત્રી વર્તાતી હતી. આથી તેણે અન્ય કોઈ મહિલાના કહેવાથી તાંત્રિકનો સંપર્ક કર્યો. આરોપી તાંત્રિકે પોતાની વાતોથી મહિલાને ભોળવી લીધી. અને વિધિ કરવા માટે મહિલાને એક રૂમમાં અંદર લઈ ગયો અને કહ્યું કે નિશ્ચિત રીતે તમારી પાસે રહેલા રૂપિયા વધી જશે અને લક્ષ્મી આવવાના દ્વાર ખૂલી જશે. આવું કહ્યા બાદ તેણે મહિલાની આસપાસ અત્તર છાંટ્યું અને બાદમાં તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો. રૂપિયા વરસાવવાના નામે તાંત્રિકે મહિલાને ફસાવી અને હવસનો શિકાર બનાવી હતી. પોલીસે તરત જ આરોપીની ધરપકડ કરી છે. સાથે જ તપાસ શરૂ કરી છે કે 56 વર્ષના આ તાંત્રિકે અગાઉ પણ શું અન્ય કોઈ મહિલાને ફસાવી હતી કે કેમ? તે કેટલા સમયથી આ પ્રકારે તાંત્રિક વિધિના નામે ટિખળ ચલાવી રહ્યો છે એ મુદ્દે પણ તપાસ શરૂ કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590