ગણદેવી ખાતે ગ્રાહકોની જાગૃતિ અને અધિકાર અંતર્ગત સેમિનાર યોજાયો સિવિલ કોર્ટ, ગણદેવી ખાતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારી દ્વારા ગ્રાહકોની જાગૃતિ અને અધિકાર અંતર્ગત વર્કશોપ/સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રાહક સુરક્ષા કોર્ટ ના પ્રમુખ કે.જે.દસોંદી એ વકીલોન કાયદા અંતર્ગત ગ્રાહકોના અધિકાર વિષયક માહિતી આપી હતી. તેમજ આ કાયદા હેઠળ કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગ્રાહક સુરક્ષા કોર્ટ ના જે.એમ.મેવાવાળાએ ગ્રાહક સુરક્ષા ધારા નો ઇતિહાસ તથા આ કાયદા હેઠળ ગ્રાહકને મળતા લાભો વિશે વકીલોન માહિતગાર કર્યા હતા. જેમાં વાંસદા કોર્ટના પ્રિન્સીપાલ સિવિલ જજશ્રી એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ગણદેવી બાર એસોસિએશન ના પ્રમુખ તથા વકીલો ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590