જલારામ મંદિર દ્વારા જૂન માસમાં શાળાઓ શરૂ થાય તેના પહેલા અઠવાડિયામાં રાહત દરની નોટબુકનું વિતરણ પણ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.છેલ્લા 33 વર્ષથી જલારામ મંદિર ની સ્થાપના બાદ દર ગુરુવારે અતિથિ ભોજન ની વ્યવસ્થા આવીરતપણે ચાલુ છે જેમાં ભક્તજનોના સ્નેહી સંબંધી જન્મ કે મૃત્યુ ના તિથિ દાન માં નામો લખાવે છે તેઓને આજીવન આજીવન એક ગુરૂવાર અતિથિ ભોજન માટે ફાળવવામાં આવે છે આ અતિથિ ભોજન સમય ના એક માસ પહેલા પત્ર દ્વારા જે તે સ્નેહીજનોને દેશ વિદેશમાં ગમે ત્યાં હોય તેમને મોબાઇલ કે ટેલિફોનિક અથવા પત્ર દ્વારા એમના સ્નેહી જનોને તી થીદાન ની જાણ કરવામાં આવે છે જેથી નજીકના સ્નેહીજનો આ ગુરૂવારના પ્રસંગે રૂબરૂ અતિથિ ભોજન માટે આવતા ભક્તોને કોઈપણ જાતના ભેદભાવ વગર જમાડતા હોય છે તારીખ 4. 5. 2023 ના ગુરુવારના રોજ ત્રણ મીઠાઈ મી ષ્ઠાન જેવા કે શીરો મોહનથાળ જલેબી જેવા પકવાન સાથે દાળ ભાત શાક ખમણ અને બિસ્કીટ નું વિતરણ અતિથિ ભોજન માં આવેલ ભક્તોને પીરસવામાં આવે છે આજરોજ 400 જે ટલા ભક્તો એ અતિથિ ભોજનો નો લાભ આપવામાં આવ્યો હતો આ ગુરૂવારના ભોજનનો દેશ-વિદેશમાં ખૂબ જ નામના મેળવી છે જેનો જાગતો ઉદાહરણ વાંસદા જલારામ મંદિર ના અન્નપૂર્ણા હોલ નો જોવા મળે છે.
આ અતિથિ ભોજન ગુરુવારે યોજાય છે તેમાં ટ્રસ્ટી ગણ નટવરલાલ પંચાલ ભુપેન્દ્ર પી પટેલ રમણલાલ પાટીદાર કમલેશભાઈ ઉપાધ્યાય અમિતભાઈ પંચાલ. હિતેશ પંચાલ. હર્ષદ શાહ .સુભાષ પારેખ મોહનલાલ શાહ. મેહુલ પટેલ. ચિરાગ પંચાલ અંકિતપંચાલ જયદીપ પટેલ સાગર પટેલ હિમાંશુ ગાંધી . વગેરે ટ્રસ્ટીગણ ની સીધી દેખરેખ હેઠળ તેમજ નગરના ભક્તો જનો જેવા ગુમાનસિંહ તલાટી. જયેશ રાણા અને રમણભાઈપી પટેલ વગેરે જલા ભક્તો પણ આ સેવા કાર્યમાં અવિરત પણ સેવા આપવા આવે છે ટ્રસ્ટી મંડળ ની સીધી દેખરેખ હેઠળ આ અતિથિ ભોજન છેલ્લા 33 વર્ષથી દર ગુરુવારે આ આવેલ ભક્તો અતિથિ દેવો ને ભારતીય બેઠક પર બેસાડીને જમવાની વ્યવસ્થા વિરતપણે ચાલુ રાખ તા આવેલ છે જેનો લાભ અતિથિ ભોજનમાં આવેલ ભક્તોજનો લે છે જલારામ બાપાનો આશય એક જ કે ભૂખ્યાને ભોજન મળે જે વાંસદા જલારામ મંદિર ના અન્નપૂર્ણા હોલ ના પટાંગણમાં યોજાય છે આ ગુરૂવારના ભોજનમાં નગરના વિવિધ સંસ્થાજેવીકે જેસીઆઈ વગેરે ના યુવકો સેવા આપતા નજર પડતા હોય છે.
નજીકના દિવસોમાં જૂન માસમાં શાળા શરૂ થાય તેના પ્રથમ અઠવાડિયામાં ઉચ્ચ ગુણવત્તા યુક્ત નોટબુક નું વિતરણ રાહત દરે શરૂ કરવામાં આવશે જેમાં કોઈપણ જાતના નાત જાત ભેદભાવ વગર નોટબુકનું વિતરણ કરવામાં આવશે આ પ્રક્રિયા પણ છેલ્લા 33 વર્ષથી અવિરત પણે જલારામ મંદિર જલારામ જન સેવા પ્રતિષ્ઠાન ના ટ્રસ્ટી ગણો દ્વારા કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590