વ્યારા તાલુકાના કોસંબીયા ગામ ખાતે હત્યા કરાયેલી હાલતમાં યુવકની લાશ મળી આવી હતી.જે બાદ પ્રાથમિક તપાસમાં યુવાનનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
વાલોડ તાલુકાના કોસંબીયા ગામની સીમમાં આવેલ કોસંબીયા ગામના સ્મશાન તરફ જતા રોડ ની બાજુમાં આવેલ વજીર ચૌધરીની પડતર જમીન પર સુધીર નટુભાઈ ચૌધરી (રહે. કુંભિયા ,નિશાળ ફળિયું તા. વાલોડ જી.તાપી )ની લાશ મળી આવી હતી. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે,ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને પડતર જમીનમાં ઝાડી ઝાંખરામાં લાશ મૂકવામાં આવી હતી. જોકે હજુ સુધી હત્યારો અને હત્યાનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે. ત્યારે વાલોડ પોલીસ મથકે હત્યા અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590