Latest News

સુરતના પાંડેસરા ખાતે આવેલ ગણપત નગરમાં ગેરકાયદેસર અંગે જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ

Proud Tapi 22 Aug, 2023 02:17 PM ગુજરાત

સુરતના બમરોલી રોડ પાંડેસરા ખાતે આવેલ ગણપત નગરમાં આવેલ પ્લોટ નં.500 પર ગેરકાયદેસર બાંધકામ કરાતા જાગૃત નાગરિક દ્વારા  સુરત મહાનગર પાલિકા કમિશ્નરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

સુરત શહેરના ગણપત નગર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરી ને દબાણ કરવામાં આવતું હોય,જે દબાણને હટાવવા માટે  જાગૃત નાગરિક દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશનરને  લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર સુરતના બમરોલી રોડ પાંડેસરા ખાતે આવેલ ગણપત નગરમાં આવેલ પ્લોટ નં.500 પર ગેરકાયદેસર બાંધકામ કરીને ત્યાં દબાણ કરવામાં આવી રહ્યું છે.સ્ટ્રીટ લાઈટ ને અડીને બાંધકામ કરવામાં આવ્યું છે,તો આવનાર સમયમાં તેના કારણે કોઈ જાનહાની કે કોઈ નુકસાન થાય તો કોણ જવાબદાર રહેશે ?અને ત્યાં મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી રહી છે જેથી રોગચાળો ફાટી નીકળવાની  સંભાવના વધવા પામી છે.તેમજ હાલમાં ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુ -મલેરિયા જેવી બીમારી વધવાની સંભાવના પણ વધવા પામી છે.બાંધકામ ચાલુ હોવાથી 5 - 5 કલાક સુધી મશીનરી ચાલુ હોય છે,આ મશીનરીના ઘોંઘાટને કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ જાય છે.બાંધકામના કારણે વાયુ પ્રદુષણ પણ ફેલાઈ રહ્યું છે અને તેના કારણે સિનિયર સિટીઝન ની તબિયત પણ બીમાર થતા જોવા મળી રહ્યા છે.

સ્થાનિકો મકાન માલિકને સમજાવવા માટે જાય તો મકાન માલિક દ્વારા દાદાગીરી કરવામાં આવે છે.સ્થાનિકો દ્વારા મકાન માલિકને સમજાવવામાં આવે તો મકાન માલિક દ્વારા કહેવામાં આવે છે કે,'તમામ કોર્પોરેટરો,સોસાયટીના પ્રમુખ અને મહાનગરપાલિકા ના અધિકારીઓ મારા ગજવામાં છે,તેઓને હું ફોળી લેવા તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ અને મારું બાંધકામ રોકીને બતાવો !તો શું ખરેખર અધિકારીઓ અને મકાન માલિક વચ્ચે સાઠગાંઠ છે ? કે પછી માત્ર દેખાડો કરવા માટે અને ડરાવવા માટે મકાન માલિક દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવી રહ્યું છે.તે તો પ્રશ્ન જ જ રહ્યો પરંતુ સુરત મહાનગરપાલિકા એ પોતાની પ્રામાણિકતા સાબિત કરવી હોય તો ગેરકાયદેસર થયેલ બાંધકામને અટકાવવું પડે તેમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ,સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામ કરીને દબાણ કરવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે,તેમ છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.જેના કારણે બિલ્ડરો અને મકાન માલિક દ્વારા દબાણ કરી બાંધકામ કરવામાં આવતું હોય છે,ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ કરતાં સામે કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠી છે.  

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post