સુરત શહેરના ભાજપના સ્થાનિક કોર્પોરેટર દિપેશ પટેલે સહિતના કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે, રવિરાજ સોસાયટીના રહીશોની રજુઆતને ધ્યાને લઇ સોસાયટીમાં આર.સી.સી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જનભાગીદારી યોજનાથી આર.સી.સી રોડ બનાવવામાં આવનાર હોય, રાજ્યના ગૃહમંત્રી અને મંજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીની ગ્રાન્ટ માંથી પાંચ લાખ અને ચાર કોર્પોરેટર કૈલાસ સોલંકી, રશ્મી સાબુ, દિપેશ પટેલ અને હિમાશું રાઉલજીની ગ્રાંટમાંથી ૮.૧૪ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.અને આર.સી.સી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.તે દરમિયાન સોસાયટીના રહીશો અને ડેવલોપર વચ્ચે કબજા ને લઇ માથાકૂટ ચાલતી હોય ડેવલોપરે મ્યુ. કમિશ્નરને રજુઆત કરતા રોડ બનાવવાની કામગીરી અટકાવી દેવામાં આવી હતી.
આ રસ્તા બનાવવા માટે ટેન્ડર ઈશ્યુ કરવા થી લઇ રસ્તાનું કામ શરૂ કરવા સુધીની તમામ કામગીરીમાં રહીશોને સાથે રાખવામાં આવ્યા હતા.રસ્તાના કામ ને લઇ સોસાયટીના પ્રમુખ સાથે સભ્યોની સતત વાતચીત થતી હતી.સોસાયટીના રહીશો અને ડેવલોપર વચ્ચે ચાલતી માથાકૂટ ને પગલે રોડ બનાવવાની કામગીરી ટલ્લે ચડી છે. જેમા સોસાયટીના અસામાજીક તત્વો દ્વારા વોર્ડ નં નં : ૨૨ (ભટાર-વેસુ- ડુમસ)ના ચાર કોર્પોરેટરોને બદનામ કરવા માટે સોશીયલ મીડીયા પર પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. જેને પગલે મનપાના કોર્પોરેટરોની પ્રતિષ્ઠાને ડાઘ લગાડનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી કરવામાં આવી હોવાનું વોર્ડ નં ૨૨ના ભાજપના ચારેય કોર્પોરેટરોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590