રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી તથા તાપી જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રિત જિલ્લા આયોજન તથા એ.ટી.વી.ટી કાર્યક્રમ હેઠળ મંજુર થયેલ કામો અને ન્યુ ગુજરાત પેટર્ન યોજના ની બેઠક જિલ્લા સેવાસદનના સભાખંડમાં યોજાઇ હતી.
આ બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ ની વિવિધ જોગવાઇઓ હેઠળના કામો અંતર્ગત શરૂ ન થયેલા, પ્રગતી હેઠળના અને પૂર્ણ થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી.વર્ષ ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ની વિવિધ યોજનાઓની પ્રગતિની તારીજ અને અમલીકરણ અધિકારી વાર કામોની તારીજ તથા ન્યુ ગુજરાત પેટર્ન યોજના ની વિગતે સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોઈ પણ કામોનો હેતું ફેર ન થાય તેની તકેદારી રાખવી.તથા સ્થાનિક પદાધિકારીઓને પ્રગતિ હેઠળના વિવિધ કામોની યાદી આપવામાં આવી જેથી કામો કયા સ્ટેજ ઉપર છે તેની ચકાસણી કરી શકાય. જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ એકમેકના સંકલનમાં રહી જિલ્લાના વિકાસમાં સહભાગી બને એમ અનુરોધ કર્યો હતો. તેમણે તાલુકા કક્ષાના પ્રશ્નો સ્થાનિક બેઠકમાં સંકલનથી પુરા કરવા તાકીદ કરી હતી.અંતે તેમણે ગત બેઠકમાં જણાવેલા વિવિધ કામો અને સંબંધિત વિભાગોએ કરેલ કામગીરી અંગે સમીક્ષા કરી નવા સૂચનો કર્યા હતા.સાંસદ પ્રભુભાઇ વસાવા દ્વારા કેન્દ્ર સરકાર સાથે સંલગ્ન વિવિધ યોજનાઓની કામગીરી ની માહિતી વિગતવાર પહોચાડવા સંબંધિત વિભાગને જણાવ્યું હતું.ધારાસભ્ય ડો.જયરામભાઈ ગામીત અને ધારાસભ્ય મોહનભાઈ કોંકણી દ્વારા વિવિધ સ્થાનિક પ્રશ્નો અંગે સંબંધિત વિભાગ નું ધ્યાન દોરવામાં આવ્યું હતું તથા જે-તે પ્રશ્નો અંગે સત્વરે નિકાલ કરવા સૂચનો આપ્યા હતા.
જિલ્લા કલેક્ટર ડૉ.વિપીન ગર્ગ દ્વારા અમલીકરણ અધિકારીઓને કેટલાક રચનાત્મક સુચનો આપતા જણાવ્યું હતું કે, મંત્રી સહિત પદાધિકારીઓના પ્રશ્નો ને ગંભીરતાથી લઇ તેના ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે તથા તાલુકા કક્ષાએ યોજાતી વિવિધ બેઠકોમાં સંબંધિત અધિકારીઓને પોતે હાજર રહેવા તાકીદ કરી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ, ડીસીએફ પુનિત નૈયર, નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590