Latest News

જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લાના બેંક અધિકારીઓની DLRC/ DLCC ની રિવ્યૂ બેઠક યોજાઇ

Proud Tapi 28 Feb, 2024 02:42 PM તાપી

તાપી જિલ્લામાં રૂ.2553 કરોડનો વાર્ષિક ક્રેડિટ પ્લાનને જિલ્લા કલેકટર ડો વિપીન ગર્ગના હસ્તે લોન્ચ કરાયો
તાપી જિલ્લા કલેકટર ડૉ વિપિન ગર્ગના અધ્યક્ષપદે કલેકટર કચેરીના સભાખંડ ખાતે તાપી જિલ્લાના બેંક અધિકારીઓની DLRC/ DLCC ની રિવ્યૂ મીટીંગ યોજાઇ હતી. આ બેઠક  દરમ્યાન વર્ષ 2024-25નો રૂ.2554 કરોડનો વાર્ષિક ક્રેડિટ પ્લાન લીડ બેંક દ્વારા રજૂ કરવામાં આવેલ હતો.જેને જિલ્લા કલેક્ટર ડો વિપીન ગર્ગના હસ્તે લોંચ કરાયો હતો.

જે અંતર્ગત તાપી જિલ્લામાં આવેલ કુલ 26 બેન્કોની 89 શાખાઓ દ્વારા આગામી વર્ષ  2024-25  દરમિયાન રૂ 2554 કરોડનું વિવિધ ક્ષેત્રમાં ધિરાણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં  રૂ.410 કરોડ ખેતી અને ડેરી સેક્ટર, રૂ.1122 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ, રૂ. 380. કરોડ MSME સેક્ટર , રૂ. 16 કરોડ શિક્ષણ, રૂ. 31 કરોડ હાઉસિંગ  સેક્ટરમાં ધિરાણ આપવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો.વિપીન ગર્ગ એ જણાવેલ હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ્યારે ભારત દેશ આઝાદી નાં 75 વર્ષ પૂરા કરીને અમૃતકાળ માંથી પસાર થઈ રહ્યો છે અને  વડા પ્રધાનનું મિશન છે કે ભારત ને 2047 માં વિકસિત રાષ્ટ્ર બનાવવુ  ત્યારે તાપી જિલ્લાના દરેક લોન વાચ્છુઓને સસ્તા દરે લોન  જિલ્લાની વિવિધ બેન્કો દ્વારા પ્રાપ્ત થઈ રહે અને તેમણે વ્યાજખોરો ની ચુંગલમાંથી બચાવી શકાય તથા ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન મળે તથા પશુપાલન વ્યવસાય ને વધુ વેગ મળે તે માટે પશુ પાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવા બેન્કોને અનુરોધ કરેલ હતો.

અધિક નિવાસી કલેકટર બોરડ દ્વારા જિલ્લામાં દરેક સેક્ટરોમાં વાર્ષિક લક્ષ્યાંક સરપાસ થાય તેવી બેન્કો ને અપીલ કરવામાં આવેલ હતી. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના ડાયરેક્ટર ખ્યાતિ પટેલે જણાવ્યું હતું કે  નવા વર્ષ માં સેલ્ફ હેલ્પ ગ્રુપને વધુને વધુ બેન્કો દ્વારા લોન ધિરાણ પ્રાપ્ત થાય અને મિશન મંગલમ દ્વારા લક્ષ્યાંક હાંસલ થઈ શકે.

લીડ બેંક મેનેજર રસિક જેઠવાએ જણાવ્યું હતું કે  તાપી જિલ્લામાં કુલ 26 બેંકો ની 89 શાખા ઓ કાર્ય કરી રહેલ છે. દરેક શાખાઓ દ્વારા વધુ ને વધુ લોકો ના PMJDY A/C ખૂલે તેમજ સરકારની માઇક્રો ઇનસુરેન્સ જેવી કે PMJJBY અને PMJSBY નું એનરોલમેન્ટ થાય અને ખાતા ધારકો ને વીમા સુરક્ષા પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.

આ પ્રસંગે આરબીઆઇના રાહુલ સૈનીએ દરેક બેન્કોને ઇકો ડિજિટલ સિસ્ટમ પર ભાર મૂકી દરેક ગ્રાહક ને ઓછામાં ઓછી એક ડિજિટલ પ્રોડક્ટ આપવા તથા ફાયનાન્સિયલ અવરનેસ ફેલાય તે માટે પ્રયત્ન કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં  નાબાર્ડ ના કુંતલ સુરતી તથા આરસેટી ડાયરેકટર  કિરણ સાતપૂતે,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અધિકારી,વ્યારા-સોનગઢ નગરપાલિકા ચીફ ઓફિસરો  તથા વિવિધ બેન્કોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post