Latest News

તાપી જિલ્લામાં આચાર સંહિતાનો અમલ થતા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર તથા ખાનગી મિલકતો પરથી કુલ ૩,૨૦૭ હોડિંગ,પેઈન્ટીગ, બેનરો જેવી પ્રચારસામગ્રી દૂર કરાઇ

Proud Tapi 18 Mar, 2024 03:29 PM ગુજરાત

ભારતીય ચુંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં આવેલ સંબધિતમત વિસ્તારમાં આચારસંહિતાના ચુસ્ત અમલ માટે ચુંટણી તંત્ર અને એમસીસી ટીમના નોડલ અધિકારી શ્રીમતી ખ્યાતી પટેલના નેતૃત્વ હેઠળ સંબધિત વિધાન સભાક્ષેત્ર માંથી પ્રચારસામગ્રી દુર કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તાપી જિલ્લામાં આજ દિન સુધી  જાહેર મિલકતો પરથી ૧૦૫૮ વોલ પેઇન્ટિંગ, ૭૧૦ પોસ્ટર, ૪૬૯ બેનર અને અન્ય ૭૫૮ એમ કુલ ૨૯૯૫ પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. 

જ્યારે ખાનગી મિલકતો પરથી ૧૫૫ વોલ પેઇન્ટિંગ,૧૬ પોસ્ટર, ૪ બેનર અને અન્ય ૩૭ એમ કુલ ૨૧૨ પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવાની કામગીરી કરવામાં આવી છે.

આમ,તાપી જિલ્લામાં આજ દિન સુધી સંબધિત મતવિસ્તાર માંથી તંત્ર દ્વારા જાહેર અને ખાનગી મિલકતો પરથી  કુલ ૩,૨૦૭ જેટલા હોડિંગ્સો, પોસ્ટરો,બેનરો,અન્ય સમાગ્રી તેમજ દિવાલ પર દોરેલા ચિત્રોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post