તાપી જિલ્લા કાર્યપાલક ઇજનેર પંચાયત સિંચાઈ વિભાગના કોન્ટ્રાક્ટરોના બિલ પેન્ડિંગ પડ્યા છે. જેના કારણે તેમણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને તાપી જિલ્લા ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને તાત્કાલિક ધોરણે આ પ્રશ્નનો નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
તાપી જિલ્લા કાર્યપાલક ઇજનેર પંચાયત સિંચાઈ વિભાગના રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને ચેકડેમ રીપેરીંગના કામો તાપી જિલ્લા ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર એસોસિએશન ના સભ્ય દ્વારા કરવામાં આવ્યા હતા.જોકે 1 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરોને બિલોની ચુકવણી કરવામાં આવેલ નથી.
તાપી જિલ્લાના કાર્યપાલક ઇજનેર પંચાયત સિંચાઈ વિભાગના સુજલામ સુફલામ યોજના અંતર્ગત વાર્ષિક ભાવ ઈજારદાર વતી ભરવામાં આવ્યા હતા. ભાવ ભરીને કોન્ટ્રાક્ટર દ્વારા ડીપાર્ટમેન્ટલ કામો રેઈન વોટર હાર્વેસ્ટિંગ ના કામો અને ચેકડેમ રીપેરીંગ ના કામો તા. ૩૧/૦૫/૨૩ ના રોજ પૂર્ણ કરવામાં આવ્યા હતા. તેમજ આ તમામ કામો પૂર્ણ કર્યા પછી કાર્યપાલક ઇજનેર પંચાયત સિંચાઈ વિભાગ તાપી તરફથી વિગતવાર ચકાસણી પણ કરવામાં આવી હતી.પરંતુ આજદિન સુધી કોન્ટ્રાક્ટરોને બિલ નું ચુકવણું કરવામાં આવેલ નથી.
તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા કામ પૂર્ણ કરવામાં આવ્યું હોવા છતાં પણ પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા બિલની ચુકવણી કરવામાં ન આવતા, કોન્ટ્રાક્ટર દ્વારા પંચાયત સિંચાઈ વિભાગના દરેક અધિકારીને તે અંગેની રજૂઆત કરી હતી. પરંતુ કોઈ પણ અધિકારી દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવતો ન હતો. અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરને કહેવામાં આવતું હતું કે," કામ તપાસમાં છે." પરંતુ કામ કયા અધિકારીના તપાસમાં છે તે અંગેની કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવતી નહોતી.
ત્યારે કોઈ કોન્ટ્રાકટર આર્થિક - નાણાકીય સંકળામણ થી કંટાળીને કોન્ટ્રાક્ટર દ્વારા મજબૂરીમાં કોઈ પગલું ભરવામાં આવે તો તે માટે કોણ જવાબદાર રહેશે ? સરખો જવાબ ન આપનાર અધિકારીઓ કે પછી તપાસ કરનાર અધિકારીઓ ?
સમગ્ર મામલાને લઈને તાપી જિલ્લા ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ માર્ચ પહેલા તમામ બિલની ચુકવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
સરકાર દ્વારા વિકાસના કામો કરવા માટે લાખો - કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. તેમ છતાં તાપી જિલ્લાના કાર્યપાલક ઇજનેર પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને સમયસર બિલોની ચુકવણી કરવામાં આવતી નથી.જવાબદાર અધિકારી દ્વારા સ્થળ તપાસ કર્યા બાદ પણ બિલો પાસ ન કરવા પાછળનું કારણ શું હોઈ શકે ? જવાબદાર અધિકારી દ્વારા સ્થળ મુલાકાત લઈ તમામ રિપોર્ટ તૈયાર કરવામાં આવતા હોય છે,ત્યારે આ સિંચાઇ વિભાગના અધિકારીઓ દ્વારા કેમ સમયસર બિલ પાસ નથી કરવામાં આવતા તે એક તપાસનો વિષય બન્યો છે!
એસ. ટી. ચૌધરી (કાર્યપાલક ઇજનેર પંચાયત સિંચાઈ વિભાગ -તાપી )
સમગ્ર મામલાને સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારી એસ. ટી. ચૌધરીનો ટેલીફોનીક સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આ કામને લઈને ગાંધીનગરની ગુણવત્તા નિયમનની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ ટીમ દ્વારા હજુ સુધી રિપોર્ટ આપવામાં આવેલ નથી. ગાંધીનગરની ટીમ દ્વારા કામની ખરાઈ અંગેનો રિપોર્ટ આપવામાં આવે, ત્યારે કોન્ટ્રાક્ટરોના બિલની ચુકવણી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590