Latest News

સુરતમાં નોકરી પરથી ઘરે આવતા યુવકને અજાણ્યા વાહને અડફેટે લેતાં મોત

Proud Tapi 30 Jun, 2023 06:09 PM ગુજરાત

સુરતના ઉધનામાં અજાણ્યા વાહનની અડફેટે યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રાત્રે નોકરી પરથી ઘરે આવતા સમયે અજાણ્યા વાહનરૂપી કાળ આંબી ગયો હતો. આથી પાંચ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી છે. ઘટનાની જાણ થતાં પોલીસે પણ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ ઉત્તર પ્રદેશના 45 વર્ષીય રામ પ્રતાપ સિંઘ પાંડેસરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. 4 માસ  પહેલા જ રોજગારી અર્થે સુરત આવ્યા હતા અને ક્રશ મશીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારમાં ત્રણ પુત્ર અને બે પુત્રી છે.

ગત 24 જૂનના રોજ નોકરી પરથી રાત્રે પરત ફરી રહ્યા હતા.દરમિયાન અજાણ્યા વાહને અડફેટે લીધા હતા અને વાહનચાલક ફરાર થઈ ગયો હતો.પરિવારને જાણ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ચાર દિવસની સારવાર બાદ મૃત જાહેર કરાયા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરાઈ હતી.જેથી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિવારના મોભીનું અકસ્માતમાં મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. સિવિલ
હોસ્પિટલમાં મૃત જાહેર કરાતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.પરિવારના મોભીનું મોત થતાં પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post