સુરતમાં રોડ બેસી જતા વાહનો ફસાવવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી,પાંડેસરા અને સારોલી વિસ્તારમાં રોડ પર વાહન ફસાયા
સુરત શહેરમાં ભારે વરસાદના કારણે બે અલગ-અલગ જગ્યાએ રોડ બેસી જવાની ઘટના સામે આવી છે.સારોલી સ્થિત સર્વિસ રોડ પર રોડ બેસી ગયો હતો, જેને લઈને ત્યાં એક ટ્રક અને ફોરવ્હીલ ફસાઈ ગયા હતા જયારે પાંડેસરામાં પણ રોડ બેસી જતા એક ટેમ્પો ફસાઈ ગયો હતો. જો કે,સદનસીબે આ બંને ઘટના ઓમાં કોઈ જાનહાનિ થઈ નથી.દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો.સુરત શહેરમાં ભારે વરસાદના
કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને લોકોને હાલાકી પડી હતી.એક તરફ શહેરમાં મેટ્રોની કામગીરી થઇ રહી છે અને બીજી તરફ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી.તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.બીજી તરફ શહેરમાં બે અલગ અલગ જગ્યા રોડ બેસી જવાની ઘટના પણ સામે આવી છે.
સુરતના સારોલી સર્વિસ રોડ પર રોડ બેસી ગયો હતો જેને લઈને ત્યાં હાજર એક રેલી ભરેલો ટ્રક અને ફોરવ્હીલ ફસાઈ ગયી હતી ટ્રકનું ટાયર રોડમાં બેસી જતા ટ્રક અને ફોરવ્હીલ નમી પડી હતી જેથી ત્યાં હાજર લોકો ફોરવ્હીલને બહાર કાઢવાની કામગીરી હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવાપામી ન હતી.આ ઉપરાંત અહી ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા વાહન ચાલકો નેપણ હાલાકી પડી હતી.જ્યારે પાંડેસરામાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી.પાંડેસરા નવા કોમ્પ્લેક્સ પાસે રોડ બેસી જતા એક ટેમ્પો રોડમાં ફસાઈ ગયોહતો.રોડ બેસી જતા ટેમ્પાના ટાયર રોડમાં ઘસી ગયા હતા જેને લઈને ટેમ્પો નમી પડ્યો હતો.જો કે સદનસીબે આ ઘટનામાં પણ કોઈ જાનહાની થવા પામી ન હતી.પરંતુ થોડા જ વરસાદમાં સુરતમાં રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવતા વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590