Latest News

તાપી : કોરાલા ગામના વ્યાજખોરો સામે નિઝર પોલીસ મથકે વધુ એક અરજી

Proud Tapi 01 Nov, 2023 05:31 PM ગુજરાત

મહેશ પાડવી (પ્રતિનિધિ )   : કુકરમુંડા તાલુકાના કોરાલા ગામના વ્યાજખોરો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી,ચક્રવૃદ્ધિ વ્યાજની વસુલાત કરવામાં આવી હોવાની ઘટના થોડા દિવસ અગાઉ સામે આવી હતી.જે બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી,ત્યારે ફરી એક વાર બંને વ્યાજખોરોના ત્રાસની અન્ય એક ઘટના સામે આવી છે.

નિઝર પોલીસ મથકે આપેલ અરજીમાં જણાવ્યા અનુસાર ,કુકરમુંડા તાલુકાના કોરાલા ગામમાં રહેતા કુંદન મગન પાડવી તથા  પ્રદીપ મગન પાડવી બંને ભાઈઓ વ્યાજે રૂપિયા આપવાનો ધંધો કરે છે. જે વાત નિતીન ભીમસિંગ પાડવી (રહે.અસ્ટા તા.કુકરમુંડા જિ.તાપી )ને ખબર પડતા તેમને આર્થિક તકલીફ હોવાથી કુંદન મગન પાડવી પાસેથી  ૩૫ હજાર રૂપિયા, ૫૦%  વ્યાજના ભાવે ,૧૭,૫૦૦ રૂપિયાના હિસાબે લીધા હતા.

જે બાદ નિતીન એ વ્યાજે લીધેલા ૩૫ હજાર રૂપિયા,વ્યાજ દર મહિને ૧૭,૫૦૦ રૂપિયા પ્રમાણે આપતો હતો. પણ વ્યાજ આપવાની તારીખ આગળ પાછળ થઈ જતા એક દિવસના ૫૦૦ રૂપિયા લેખે પેનલટી સાથે વ્યાજ વસૂલ કરવામાં આવતો હતો. જે મુદ્દલ લીધેલ રકમ નું વ્યાજ કુલ 18 મહિના સુધી પેનલટી સાથે રૂપિયા ૩.૫ લાખ રૂપિયા કરતાં પણ વધારે રકમ વસૂલ કર્યા બાદ પણ ,અંદાજે રૂપિયા ૨.૫૦ લાખ જેટલી રકમ લેવાના બાકી નીકળતા  કહી, યુવકને ઘરે હિસાબ માટે બોલાવી, બેંક ખાતાના  સિક્યુરીટી પેટે આપેલ ચેકો ઉપર રકમ લખાવી અનુક્રમે ૭૫ હજાર, નો એક ચેક અને  ૫૦ હજારની રકમ ના ત્રણ ચેક અને ૪૦ હજાર રૂપિયાનો એક એક એમ કરી કુલ - પાંચ જેટલા ચેકો ઉપર  મરજી વિરુદ્ધ ધાક ધમકી આપી સહી કરાવી, રૂપિયા વ્યાજ સહીત પરત નહિ આપે તો ચેક બાઉન્સ કરાવીશ અને  મારો ભાઈ વકીલ છે,.એવી ધમકી આપવામાં આવી હતી.

ત્યારબાદ યુવકની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી  રૂપિયા પરત આપી શક્યો નહોતો.તેથી કુંદન પાડવી વારે ઘડીએ પઠાણી ઉઘરાણી કરવા તેના ઘરે આવતો હતો.જે બાદ એક દિવસે યુવક તેની માતા  સાથે નંદુરબાર જિલ્લાના ધનોરા ગામે  સગા સંબંધીના ઘરે  થી પાછા ફરતી વખતે કુંદન એ ફોન કરીને ફૂલવાડી કોરાલા ફાટકે રાહ જોવું છું, તું મને મળવા ઊભો રાખી.યુવાનની માતા  સામે યુવકની મોટરસાયકલ ઉપરથી ખેંચી પાડી કુંદન અને તેના ભાઈએ તથા  તેના ગુંડાઓ એ કુંદન ની સફેદ કલરની અર્ટીગા ફોર વ્હીલ ગાડી નંબર, GJ 26 AB 1777 ની ગાડીના બોનેટ ઉંપર સુવડાવી જાહેર માં યુવકને માર માર્યો હતો.ત્યારબાદ ત્યાંથી  યુવકને મરજી વિરુદ્ધ ગાડીમાં નાખી ને, અપહરણ કરીને કુંદનના ગામ લઈ ગયા હતા.અને  ઢોર માર મારવામાં આવ્યો હતો.તેમજ  આજે રૂપિયા નહીં આપે તો તને જાનથી મારીને તાપી નદીમાં ફેંકી દેશું તેવી ધમકી આપી હતી.

ત્યાર બાદ  ગામના આગેવાનો ને બોલાવી યુવક પાસે રૂપિય ૨.૫૦ લાખ બાકી હોવાનું જણાવેલ, ત્યારબાદ ગામના આગેવાનો વચ્ચે પડી સમાધાન કરી રૂપિયા ૭૦ હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.જોકે  આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી યુવક પૈસા ચૂકવી શક્યો નથી,ત્યારે કુંદન અને તેના ભાઈ દ્વારા વારંવાર હેરાન કરવામાં આવી રહ્યા છે.ત્યારે નિતીન પાડવી એ નિઝર પોલીસ મથકે આ અંગેની લેખિતમાં ફરિયાદ કરી હતી.અને વ્યાજખોર બંને ભાઈઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

હવે,વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકો એક બાદ એક સામે આવી રહ્યા છે.ત્યારે આવનાર સમયમાં પણ વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકો સામે આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.આ સમાચાર લખાઈ રહ્યા છે તે સમય દરમિયાન પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post