વાલોડ તાલુકાના બાજીપુરા ગામ ખાતે આવેલ મીંઢોળા નદી પરથી પસાર થતા પુલની હાલત ખરાબ હોવાથી છેલ્લા કેટલા સમયથી ભારે અને મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ત્યારે બ્રિજનો સમારકામ શરૂ કરવામાં આવતા 18 મહિના સુધી ભૂલ સંપૂર્ણપણે બંધ રહેશે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
વાલોડ તાલુકાના બાજીપુરા ગામ ખાતે આવેલ મીંઢોળા નદી પરનો બ્રિજ જુનો અને જર્જરીત હોવાથી તેના પરથી ભારે વાહનોની અવર જવર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.તેમજ રસ્તા પરથી ડાયવર્ઝન આપી રસ્તો બંધ કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું.ત્યારે રસ્તા પરના બ્રિજને તોડી તેના સ્થાને નવા બ્રિજના કામનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે.
બ્રિજના કામની સમય મર્યાદા ૧૮ માસની છે. જેથી રસ્તા પરથી પસાર થતા ટ્રાફિક/વાહનોના અવર-જવર તારીખ-૧૦/૧૨/૨૦૨૩ થી ૦૯/૦૬/૨૦૨૫ (૧૮ મહિના) સુધી બંધ કરવા બાબતે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
બાજીપુરા ગામના મોટાભાગનાં ખેડૂતોની જમીન બ્રિજની સામેની બાજુ આવેલ હોવાથી તેઓ તથા વાલોડ તાલુકામાંથી વ્યારા તરફ કામકાજ અર્થે જતા લોકો આ બ્રિજનો ઉપયોગ કરે છે.તેમજ સુમુલ ડેરીથી NH-53 વાળો વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવેલ છે.જોકે તે રૂટ ૭-૮ કિમી લાંબો હોવાથી સ્થાનિક ખેડૂતોનો સમય પણ વેડફાય છે. જેના કારણે વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગ કરવામાં આવે તો બાજીપુરા ગામ કુંભારવાડથી બજાર તરફ જતા રસ્તા પર કોઝવેનો ઉપયોગ વધી જવાની શકયતા છે. કોઝવે પર રેલીંગ નથી. કોઝવે નબળો પડી ગયેલ છે. જેથી અકસ્માતની શકયતા વધવા પામી છે. ત્યારે કોઈ અઘટિત ઘટના ન બને તે હેતુથી કોઝવે પરથી ટૂ-વ્હિલર/ફોર વ્હિલર વાહનો પસાર ન થાય તે માટે આડશ ઉભી કરવા તેમજ કોઝવેનું સમારકામ કરી, બંને તરફ રેલીંગ લગાવી ફકત લોકોની અવર-જવર પુરતો ચાલુ રાખવા માટે કામગીરી કર્યા બાદ વૈકલ્પિક રૂટ ઉપરથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590