ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઓમેગા JMX હોસ્પિટલ, સિટી લાઈટ, સુરતમાં ભવ્ય યોગ રેલી યોજાઇ હતી.
ગુજરાત સરકાર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ રેલીમાં કુલ ૨૫૦૦થી વધુ લોકો ઉમટ્યા હતા. આ ઉપરાંત, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સુરત ટીમના ૭૦૦થી વધુ સાધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપરાંત યોગબોર્ડના કોચ, ટ્રેઈનરો અને હાજર રહી યોગના પ્રસાર અને સ્વસ્થ જીવનશૈલી માટે જાગૃતિ ફેલાવવાના સંદેશ સાથે આ મહારેલીનું માર્ગદર્શન આપ્યું હતું.આ મહારેલીમાં અંગદાન મહાદાનના સંચાલક શ્રી દિલીપ દેશમુખજી, કોર્પોરેટર રશ્મિ સાહુજી, અગ્રણી અનિલ મોરડીયા, મહાનગરપાલિકાના કોર્ડીનેટર ડો. પારુલ પટેલ, તાલુકા કોર્ડીનેટર શ્રી સુરેશ ચૌહાણ, અને યોગ ક્લાસ ઇન્સ્પેક્ટર નવનીતભાઈ શેલડીયાની સહિત JMX હોસ્પિટલની ટીમ જોડાય હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590