પોલીસે સગીરાને શોધી કાઢયા બાદ સાત શખ્સોએ દુષ્કર્મ આચર્યાનું ખૂલતા ગુનો નોંધાયો, ત્રણ ઝડપાયા
સુરત અને વડોદરામાં નવરાત્રી દરમિયાન બનેલી સામુહિક દૂષ્કર્માની ઘટનાના પડધા હજુ શમ્યા નથી ત્યા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ઘરેથી નાસેલી સગીરા ઉપર સાત શખ્સોએ સમયાંતરે દુષ્કર્મ આચાર્યાનો કિસ્સો પોલીસ દફતરે પહોંચતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
મળતી પ્રાથમિક માહિતી મુજબ સગીરાના પ્રેમપ્રકરણની પરિવારને જાણ થઇ જતા ઘર છોડીને ભાગેલી સગીરા પ્રેમીના જ મિત્રોની ચુંગાલમાં ફાસઇ હતી અને તેણીને અલગ અલગ સ્થળે ફેરવી પ્રેમી સહિત સાત શખ્સોએ સમયાંતરે દૂષ્કર્મ આચર્યુ હતુ. પોલીસે ઘરેથી નાસેલી સગીરાને શાધી કાઢી પરિવારને સોંપતા દૂષ્કર્મની ઘટના બહાર આવી હતી અને પોલીસે તાબડતોબ પગલા લઇ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે બાકીનાઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરે છે.
ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં રહેતી એક સગીરા પર સાત શખ્સોએ છેલ્લા સાત મહિના દરમિયાન અલગ અલગ સ્થળો પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પીડિતાની માતા દ્વારા કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓ દ્વારા પીડિતાને અલગ અલગ સમયે અને સ્થળે ધમકી આપી લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા દુષ્કર્મ મામલે થાનગઢમાં ગામે રહેતા અજય ભરવાડ, અજય મલાભાઈ અલગોતર, શૈલેષ ઉકાભાઇ અલગોતર, ધ્રુવ મહેન્દ્રભાઈ ચાવડા, કૌશિક ઉર્ફે લાલો હરેશભાઇ ગૌસ્વામી, વિજયસિંહ નરેન્દ્રસિંહ સોલંકી અને દર્શન મુકેશભાઈ સદાદીયા અને મદદગારી કરનાર કાના ઉર્ફે હરિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, થાનગઢ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીના કહ્યા મુજબ તેમની દીકરી સાથે અલગ અલગ સમયે અલગ અલગ વ્યકિત દ્વાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. દીકરીની ઉંમર 18 વર્ષથી નાની હોય બળજબરી પૂર્વક લઈ જવાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદમાં આઠ લોકોના નામ છે અન્ય આરોપીઓની પણ તપાસ ચાલુ છે. આ બનાવ સામુહિક દુષ્કર્મનો નથી. તમામ બનાવ છેલ્લા સાત મહિનાના સમયગાળામાં અલગ અલગ બન્યા છે.
થાનગઢમાં નોંધાયેલી ગેંગરેપની ફરિયાદ મામલે પોલીસ અધિકારીના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે,આ ઘટનામાં પીડિત સગીરા એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી અને આ સંબંધની જાણ પરિવારને થતા પોતે ઘર છોડીને ભાગી ગઈ હતી ત્યારબાદ તેણીને પ્રેમીના મિત્રોએ બંનેના પરિવારને સમજાવી અને બંનેને એક કરવા મદદ કરશે તેવા બહાને અલગ અલગ સ્થળોએ સાતેય શખ્સ લઇ ગયા હતા અને તેમની પર સાતેક મહિનામાં અનેક વાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે સગીરા ગુમ થયા અંગેની પરિવારજનોએ ફરિયાદ નોંધાવી આ ફરિયાદને આધારે પોલીસ તપાસ શરૂ કરી હતી અને સગીરા હેમખેમ મળી આવતા પોલીસે રાહતનો શ્ર્વાસ લીધો હતો અને સગીરાને તેમના પરિવારજનોને સોપતા પીડિત સગીરા હેબતાઇ ગઇ હોય મહિલા પોલીસ દ્વારા તેમનુ કાઉન્સેલીંગ કરવામાં આવતા ચોકાંવનારી વિગતો મળી હતી અને તેણી પર પ્રેમીના મિત્રોએ વારાફરતી અલગ અલગ સ્થળો પર દૂષ્કર્મ ગુજાર્યુ હતુ. આ મામલે થાનગઢ પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઇ બાકીના શખ્સોની શોધખોળ શરૂ કરી છે. તેમજ પીડિત સગીરાનું મેડિકલ ચેકઅપ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590