તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ એ સુરત જિલ્લાના બારડોલી પોલીસ મથકે ત્રણ વર્ષથી રાયોટિંગ ના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.
તાપી જિલ્લા એલ સી બી તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ પોલીસ સ્ટાફના ટીમના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુરત જિલ્લાના બારડોલી પોલીસ મથકે રાયોટિંગ ના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી રમેશ સુરેશ કાથુડી વ્યારા બજાર માં જોવા મળેલ છે અને બસ સ્ટેન્ડ પરથી બસમાં બેસી પોતાના ઘરે કસવાવ ખાતે જનાર છે.જે બાતમીના આધારે બારડોલી પોલીસ મથકે રાયોટિંગ ના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી રમેશ સુરેશ કાથુડી (ઉ.વ.૪૫ હાલ રહે.ગામ-નાશરપુર તા. નિઝર જી.તાપી મૂળ રહે.કસવાવ ભગત ફળીયુ તા.વ્યારા જી.તાપી) ની અટકાયત કરી હતી.તેમજ આરોપીની અટકાયત કરીને આરોપીને બારડોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590