વ્યારા નગરના જૂના બસ સ્ટેશન નજીક આવેલ ઘર સંસાર સેલમાં ગ્રાહકોને છેતરવાના ધંધા ચાલી રહ્યા હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે.વ્યારા નગરમાં રહેતા એક જાગૃત નાગરિક દ્વારા જૂના બસ સ્ટેશન નજીક આવેલ ઘર સંસાર સેલમાં ગત ૧૬ એપ્રિલના રોજ સાંજના સમયે સામાન લેવા માટે ગયા હોય,સામાન લઈ બિલ કાઉન્ટર પર ગયા બાદ તેમને બિલ કેટલું થયું તેવું પૂછાતા તેમણે કાઉન્ટર પર ઉભેલા વ્યક્તિએ ૬૦ રૂપિયા થાય હોવાનું જણાવ્યું હતું.જ્યારે જાગૃત નાગરિક દ્વારા બિલ માંગતા કાઉન્ટર પર ઉભેલા વ્યક્તિએ તેમને ૫૦ રૂપિયા આપો તેવું કહેવામાં આવ્યું હતું.જાગૃત નાગરિક દ્વારા ૬૦ રૂપિયા આપી બિલ માંગતા ઘર સંસાર સેલ પર હાજર વ્યક્તિ દ્વારા બિલ નહીં આપવા બાબતે રકઝક થઈ હતી.જ્યારે અંતે વ્યારા નગરમાં રહેતા જાગૃત નાગરિક દ્વારા રૂપિયા આપી બિલ લીધા બાદ લોકોને બિલ લેવાનો આગ્રહ રાખવા જણાવ્યું હતું.
વ્યારા નગરમાં અનેક જગ્યાએ આવા સેલ ચાલી રહ્યા છે.અને લોકોને લાલચ આપી હલકી ગુણવત્તા વાળો સામાન આપવામાં આવતો હોવાની વિગતો બહાર આવી રહી છે.ત્યારે લોકો એ આવા સેલમાંથી સામાન લેવાનું ટાળવું જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590