તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે એ ગણતરીના કલાકોમાં વાલોડ તાલુકાના કોસંબીયા ગામ ખાતે થયેલ હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.જેમાં મિત્રો વચ્ચે ઝઘડો થતાં બે મિત્રોએ મળીને એક મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.જે બાદ તાપી જિલ્લા એલસીબીએ બંને મિત્રોની અટકાયત કરી હતી.
વાલોડ તાલુકાના કોસંબીયા ગામની સીમમાં આવેલ કોસંબીયા ગામથી સ્મશાન તરફ જતા રોડની બાજુમાં આવેલ વજીર ચૌધરીની પડતર જમીન પર સુધીર નટુભાઈ ચૌધરી (રહે. કુંભિયા ,નિશાળ ફળિયું તા. વાલોડ જી.તાપી )ની લાશ મળી આવી હતી.ત્યારે વાલોડ પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો. જે બાદ તાપી જિલ્લા એલસીબી તથા વાલોડ પોલીસ દ્વારા હથિયારાઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડને સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી રાહે બાતમી મળી હતી. જેના આધારે હત્યાના ગુનામાં સંડોવાયેલ (૧) જયેશ સુખા ચૌધરી (ઉ.વ.૨૮, રહે.ગામ.કુભીયા હોળી ફળીયુ તા.વાલોડ જી.તાપી) તથા (૨) વિકાસ ભુપેન્દ્ર ચૌધરી ( ઉ.વ.૨૯, રહે.સાંઇ નાથ નગર સોસાયટી,બેડી ફળીયા ગામ. મઢી તા.બારડોલી જી.સુરત) ની અટકાયત કરવામાં આવી હતી.
ત્યારે બંને આરોપીની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા સામે આવ્યું હતું કે,સુધીરએ જયેશના મિત્ર વિકાસને કહ્યું હતું કે," તારી જમીન હું વેચાવા દેવાનો નથી." તેવી વાત કરી વિકાસની સાથે ઝગડો કરવા લાગ્યો હતો. જેથી વિકાસ વાડીએથી ઉઠીને જતો રહ્યો હતો.અને ત્યાર પછી સુધીર અને જયેશ એક બીજા સાથે બોલાચાલી કરી ગાળો બોલવા લાગ્યા હતા.અને સુધીર જયેશના કપડા પકડી ખેચવા લાગ્યો હતો.ત્યારે જયેશને ગુસ્સો આવતા પોતાના ગળામાં સફેદ ગમછો રાખેલ હતો તે કાઢીને સુધીરના ગળામાં નાંખી જોરથી ખેચી સુધીરને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.ત્યારબાદ જયેશ અને વિકાસે સાથે મળી લાશને મોટર સાયકલ પર લઈ ગયા હતા અને કોસંબીયા ગામની સીમમાં આવેલ સ્મશાન તરફ જતા કાચા રોડની બાજુમાં સુમસન જગ્યાએ ઝાડીમાં લાશ મુકી નાસી છૂટયા હતા.
જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલ્યો હતો,અને બંને આરોપીઓને વાલોડ પોલીસને સોંપવામાં આવ્યા છે. ત્યારે વાલોડ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590