તાપી જિલ્લાના સોનગઢ,ઉચ્છલ , ડોલવણ તાલુકાના ગામોમાં આવેલા જંગલોમાં દિનદહાડે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે અને તાપી જિલ્લા વન વિભાગ ઊંઘતું હોય તેવું જોવા મળી રહ્યું છે.છેલ્લા કેટલાક સમયથી સોનગઢ,ઉચ્છલ , ડોલવણ તાલુકાઓના વિસ્તારમાં સાગી લાકડા તેમજ અન્ય લાકડાની ચોરી થઈ રહી છે .વૃક્ષો ના નિકંદનથી પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે.
તાપી જિલ્લાના સોનગઢ ,ઉચ્છલ ,ડોલવણ વગેરે વિસ્તારોમાં જંગલોનું પ્રમાણ દિવસે દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે.તેમજ જંગલમાં લોકો વૃક્ષો કાપી ખેતી માટે જમીન બનાવતા જોવા મળી રહ્યા છે,તાપી જિલ્લામાં અમુક વિસ્તારોમાં વન વિભાગ દ્વારા ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે.તેમ છતાં લાકડા જંગલમાંથી લાકડાની ચોરી કઈ રીતે થતી હશે તે એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે તાપી જિલ્લા વન વિભાગના જવાબદાર અધિકારી દ્વારા તપાસ કરી વૃક્ષોનું નિકંદન કરનાર અને લાકડા ચોરટાઓ સામે કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590