મુખ્યમંત્રી યોગીએ કહ્યું,“હવે કોઈ પ્રોફેશનલ ગુનેગાર અને માફિયા કોઈને ડરાવી શકશે નહીં ઉત્તર પ્રદેશ આજે તમને શ્રેષ્ઠ કાયદો અને વ્યવસ્થાની ખાતરી આપે છે."
મંગળવારે લખનૌના લોક ભવન ખાતે ટેક્સટાઈલ પાર્ક વિસ્તારમાં ઉદ્યોગ સાહસિકોના એક કાર્યક્રમ હતો.સીએમ યોગી પણ ત્યાં પહોંચ્યા હતા.સંબોધન કરતી વખતે સીએમ યોગીએ કહ્યું, “2017 પહેલા ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા ખરાબ હતી.આ પ્રદેશ રમખાણો માટે કુખ્યાત હતો.ઘણા જિલ્લા એવા હતા કે લોકો તેમના નામથી ડરતા હતા.આજે લોકોએ જિલ્લાના નામ થી ડરવાની જરૂર નથી.
સીએમ યોગીએ કહ્યું- ઉત્તર પ્રદેશ શ્રેષ્ઠ કાયદો અને વ્યવસ્થાની ગેરંટી આપે છે
સીએમ યોગીએ કહ્યું, “પહેલાં ઉત્તર પ્રદેશમાં રમખાણો થતા હતા. 2012 થી 2017 સુધીમાં 700 થી વધુ રમખાણો થયા. 2007 થી 2012 વચ્ચે 364 રમખાણો થયા હતા. યુપીમાં 2017 થી 2023 વચ્ચે એક પણ રમખાણ નથી થયું. કોઈપણ જગ્યાએ કર્ફ્યુ લાદવાની કોઈ તક ન હતી. ઉત્તર પ્રદેશ શ્રેષ્ઠ કાયદો અને વ્યવસ્થાની ખાતરી આપે છે."
બાગપતમાં અમન રઝા એ યોગીને મારી નાખવાની ધમકી આપી છે
ઉત્તરપ્રદેશના બાગપતમાં અમન રઝા નામના યુવકે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જ્યારે કેટલાક લોકોએ આ પોસ્ટ જોઈ તો તેઓએ તેને સીએમ, ડીજીપી અને યુપી પોલીસના ટ્વિટર હેન્ડલ પર ટેગ કરી અને યુવક વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી. પોસ્ટની નોંધ લેતા પોલીસે યુવક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.
સીએમ યોગી ની સુરક્ષા વધારી દેવામાં આવી છે
અતીક-અશરફની હત્યા બાદ સીએમ યોગીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને Z+ સુરક્ષા સાથે NSG કમાન્ડો નું સુરક્ષા કવચ મળ્યું છે.
ફેસબુક પોસ્ટ પર ધમકી આપી હતી
અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ બાગપત ના રહેવાસી નિતીન તોમરે પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં નીતિન તોમરે સીએમ યોગી નો ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે, “મને ન જુઓ ભાઈ, મેં કંઈ કર્યું નથી. જેના જવાબમાં અમન રઝા યુવકે પહેલા સીએમ ને ગાળો આપી અને પછી તેણે ગોળીબાર ની વાત કરી.
યુવક ફરાર, પોલીસે શોધખોળ હાથ ધરી
તે જ સમયે, લોકોની ફરિયાદ પછી, બાગપત પોલીસે આ પોસ્ટ પર કાર્યવાહી કરી છે. પોલીસે સાયબર સેલને તપાસ કરવા જણાવ્યું હતું. આ સાથે જ આરોપી અમન રાજ વિરુદ્ધ આઈપીસીની કલમ 507 અને આઈટી એક્ટ ની કલમ 66 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. હાલ કેસ નોંધાયા બાદ આરોપી યુવક ફરાર છે. પોલીસ યુવકને શોધી રહી છે.
બાગપત પોલીસ સર્કલ ઓફિસર ડી કે શર્મા એ મીડિયાને જણાવ્યું, "અમન રઝા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને કેસની તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે. તેમના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અમન રઝા ઝારખંડનો રહેવાસી છે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590