Latest News

ડાંગ જિલ્લાની રોડ સેફટી કમિટિની બેઠક યોજાઈ

Proud Tapi 16 Apr, 2023 01:03 PM ગુજરાત

ડાંગ જિલ્લાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ અને ડુંગરાળ તથા ઘાટ માર્ગોને ધ્યાને લેતા અહી અકસ્માતોનું પ્રમાણ નિવારી,અમૂલ્ય માનવ જિંદગી બચાવી શકાય તેવું લાંબા અને ટૂંકા ગાળાનું આયોજન ધરી કાઢવા, ડાંગ કલેકટર મહેશ પટેલે જણાવ્યું હતું. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે આયોજિત ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટિની બેઠક ને સંબોધતા કલેકટરે  જિલ્લાના નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના ગ્રામીણ માર્ગ ઉપર ટ્રાફિક નિયમ ના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવાનો અનુરોધ કર્યો હતો.

જિલ્લામાં કાર્યરત જંગલ તથા પોલીસ વિભાગની ચેકપોષ્ટને વધુ અસરકારક બનાવવા સાથે,સરકારી કચેરીઓના ડ્રાઇવરોના લાઇસન્સ ની સ્થિતિ,વાહનોના વીમા અને પી.યુ.સી. જેવા મુદ્દે પણ કલેકટરે  વિશેષ માર્ગદર્શન આપ્યુ હતુ. જિલ્લાના વઘઈ-શામગહાન સ્ટેટ હાઈવે ઉપર સફળ રહેલા રોલર ક્રેશ બેરીયર નો વ્યાપ વધારવાનો અનુરોધ કરતા કલેકટર મહેશ પટેલે અકસ્માત ઝોન, બ્લાઈન્ડ સ્પોટ, બમ્પ, સાઈન બોર્ડ, ટ્રાફિક અવેરનેસની બાબતોનો યોગ્ય પ્રચાર-પ્રસાર થાય તે માટે પણ આયોજન ઘડી કાઢવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા સેવા સદન ખાતે કલેકટરની ચેમ્બર માં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક  રવિરાજસિંહ જાડેજા, ARTO  સી.આર.પટેલ સહિત કમિટી મેમ્બરો એ ઉપસ્થિત રહી ચર્ચા વિચારણા હાથ ધરી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post