Latest News

ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

Proud Tapi 18 Jun, 2023 04:56 PM ગુજરાત

ડાંગ જિલ્લા સેવા સદન-આહવા ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠક ને સંબોધતા કલેક્ટર  મહેશ પટેલે,જિલ્લાના જુદા જુદા વિભાગના અધિકારીઓને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કામગીરી કરવાની અપીલ કરી હતી.

સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓની સમીક્ષા કરતા કલેકટરે  એ.જી.ઓડિટના બાકી પેરા,સરકારી લેણાં ની બાકી વસુલાત,તુમાર નિકાલ, નાગરિક અધિકાર પત્ર અન્વયે મળેલી અરજીઓ, બાકી પેન્શન કેસ, ગ્રામસભાના પ્રશ્નો, માહિતી અધિકાર અધિનિયમ હેઠળની અરજીઓ, સ્વચ્છ ભારત મિશન,સ્વાન્ત: સુખાય પ્રોજેક્ટ જેવા મુદ્દાઓ ની વિસ્તૃત છણાવટ હાથ ધરી હતી.

કલેક્ટર પટેલે જિલ્લા કક્ષાની કચેરીઓથી લઈ ગ્રામ્ય કક્ષાની કચેરીઓને સરકારી નીતિ નિયમો અને માર્ગદર્શક સૂચનાઓ મુજબ તેમની કચેરીનો વહીવટ કરવાની સૂચના આપી હતી. કચેરી કાર્યપધ્ધતિ અનુસાર નિયત દફતર નિભાવણી, ખતવણી, જાળવણી સહિત સરકારી કામકાજના નિયમો અનુસાર જ દરેક કચેરીનો વહીવટ ચાલે તે આવશ્યક છે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.

જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  આર.એમ.ડામોર,જિલ્લા પોલીસ અધિક્ષક  રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષક સર્વશ્રી રવિ પ્રસાદ અને દિનેશ રબારી સહિત જિલ્લાની જુદી જુદી કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post