ડાંગના પોલિસ અધિક્ષક યશપાલ જગાણીયા તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશનમા નોંધાયેલી વિગતો મુજબ, એક બિનવારસી અજાણ્યા પુરુષની લાશ, ઉ.વ આશરે ૪૫,કે જે આહવાથી વઘઇ જતા રોડ ઉપર ચિચિના ઉતારાના વળાંકમા રોડની જમણી બાજુના જંગલમા, થાણાથી ઉત્તરે ૨ કિ.મી દુર ટાઉન બીટની હદમા મળી આવેલ છે.
મરણ પામનાર આ પુરુષનો બાંધો મજબુત, ઊંચાઈ ૪×૫, રંગે શ્યામ વર્ણ, સફેદ દાઢી, ચહેરો લંબગોળ, જેના શરીરે કાળા કલરનુ ટી-શર્ટ તથા કમરમા ગ્રે કલરનો જીન્સ પેન્ટ તથા આંખ ઉપર ચશ્મા પહેરેલ છે. ડાબા હાથના કાંડા પર ધડિયાળ તેમજ ડાબા હાથની આંગળીમા વિંટી પહેરેલ છે. આ વર્ણનવાળા અજાણ્યા પુરૂષ જો કોઈ શહેર તથા જિલ્લા વિસ્તારમાં ગુમ થયેલ હોય તો રેકર્ડ ઉપર ખાતરી કરી, નીચે મુજબના ટેલિફોન ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. આહવાના પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક નંબર : ૦૨૬૩૧-૨૨૦૩૨૨/૨૨૦૬૫૮ તથા આહવા પોલિસ સ્ટેશનનો સંપર્ક નંબર : ૦૨૬૩૧-૨૨૦૩૩૩ સંપર્ક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590