આહવા પોલીસએ પરિવારથી વિખૂટા પડેલા મનસિક રીતે બીમાર ૭૦ વર્ષીય સ્ત્રી અને તેની ૩ વર્ષીય પૌત્રીને પરિવાર સાથે પુનઃ મિલાપ કરાવીને સરાહનીય કામગીરી કરી હતી અને માનવતા મહેકાવી હતી.
ગત ૧૫ મી ના રોજ આહવા ડિવિઝન ના નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ એ આહવા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે, એક વૃદ્ધ સ્ત્રી તેની સાથે ૩ વર્ષની નાની બાળકીને લઈને આહવાના માજીરપાડા વિસ્તારમાં ફરે છે.જેથી આહવા પોલીસ સ્ટાફના માણસોની ટીમ સ્થળ પર પહોંચી હતી.જે બાદ આહવા પોલીસની ટીમ દ્વારા સ્ત્રીનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતુ.ત્યારે જાણવા મળ્યું હતું કે,સ્ત્રીનું નામ વનિતા મગન પવાર (ઉ.વ.આ.૭૦, રહે. ઘોડી, તા.વઘઈ જી.ડાંગ ) છે અને માનસિક રીતે અસ્થિર છે.અને તેમના દિકરા ની ૩ વર્ષીય બાળકી તેમની સાથે હતી.ત્યારબાદ પોલીસ દ્વારા વૃદ્ધ સ્ત્રી અને તેની સાથેની બાળકી ના વાલી વારસાની શોધખોળ હાથ ધરી હતી.ત્યારે માનસિક રીતે અસ્થિર સ્ત્રીના દીકરા અને બાળકીના પિતા ઉમેશ પવાર નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને બોલાવવામાં આવ્યા હતા.જે બાદ પોલીસે વૃદ્ધ સ્ત્રી અને બાળકીનો કબજો ઉમેશ પવારને સોંપ્યો હતો.આહવા પોલીસે માનસીક રીતે અસ્થિર વૃદ્ધ સ્ત્રી અને 3 વર્ષની બાળકીનો પરિવાર સાથે પુનઃ મિલાપ કરાવી સરાહનીય કામગીરી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590