Latest News

ડોલવણ ચાર રસ્તા ખાતે થયેલ હત્યાનો ભેદ ઉકેલ્યો : 19 વર્ષીય હત્યારાની અટકાયત

Proud Tapi 19 Mar, 2024 10:02 AM ગુજરાત

ડોલવણ ચાર રસ્તા ખાતે એક યુવકની ગળું દબાવીને  હત્યા કરવામાં આવી હતી.ત્યારે તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડએ આ હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. અને હત્યા કરનાર 19 વર્ષીય યુવકની અટકાયત કરવામાં આવી હતી.

ડોલવણના ચાર રસ્તા પાસે રહેતા 24 વર્ષીય  અંકુર મહેશ ચૌધરી મરણ ગયેલ હાલતમાં પોતાની મળી આવ્યા હતા.જે બાદ પોલીસે અંકુર ચૌધરીની  લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી.ત્યારે પોસ્ટમોર્ટમ માં સામે આવ્યું હતું કે,કોઈક એ અગમ્ય કારણસર કોઈક એ ગળું દબાવી હત્યા કરી છે.ત્યારે યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતા ડોલવણ પોલીસ એ હત્યાની ફરિયાદ નોંધી હતી.જે બાદ તાબે જિલ્લા એલસીબી તથા ડોલવણ પોલીસ દ્વારા હત્યારા ની શોધ ખોળ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડને સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી રાહે બાતમી મળી હતી. જેના આધારે હત્યાના ગુનામાં સંડોવાયેલ દીશીલ રાજુ ખટીક ( ઉ.વ.૧૯ હાલ રહે. આકાશ કોમ્પલેક્ષ ડોલવણ ચાર રસ્તા પાસે તા.ડોલવણ જી.તાપી મુળ રહે.ગામ-ગુંજોલ ખટીક મહોલ્લા તા.નાથદ્વારા જી.રાજસમદ રાજસ્થાન) ની અટકાયત કરવામાં આવી હતી.

ત્યારે પોલીસ દ્વારા આરોપીને પૂછપરછ કરવા માં આવતા સામે આવ્યું હતું કે, અંકુર ચૌધરી  ગુસ્સામાં હતો અને  દીશીલને કહેતો હતો કે," તમારે કઇ કામ હોય તો જ મારા પાસે આવે છે" તેમ કહી દીશીલને ગાળો આપવા લાગેલ જેથી દીશીલએ  તેને ગાળ આપવાની ના પાડીહતી.જોકે  અંકુર  અને દીશીલ વચ્ચે ઝપાઝપી થઈ હતી.જેમાં દીશીલએ  અંકુરના ગળાના ભાગે પકડી લીધેલ જેના કારણે અંકુરની જીભ બહાર જેવી નીકળવા લાગી હતી.ત્યારે  દીશીલએ  તેને ધક્કો મારી દીધો હતો.અને  તે ત્યાં મુકેલ ટેબલ સાથે અથડાય નીચે પડી ગયો હતો અને તેનું મોત નિપજ્યું હતું.

જોકે પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલ્યો હતો અને આરોપીને ડોલવણ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post