Latest News

સુરતમાંથી નશાનો કારોબાર ઝડપાયો

Proud Tapi 06 Nov, 2023 06:10 PM ગુજરાત

રાંદેર પોલીસે MD ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ની કરી ધરપકડ,શહેરમાં લક્ઝ્યુરિયસ કારમાં ડ્રગ્સની ડિલિવરી કરી વેપાર કરતા હતા

સુરતમાં ફરી એક વખત ડ્રગ્સના નશાનો વેપાર ઝડપાયો છે.રાંદેર પોલીસે શહેરમાં ડ્રગ્સ વેચનાર ત્રણ આરોપીને 16.90 ગ્રામના 1.69 લાખ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા.પકડાયેલા ત્રણેય આરોપીઓ સુરત માં ટેક્ષી પાર્સિંગ ની લક્ઝુરિયસ કાર માં ડ્રગ્સ લઈ હેરાફેરી કરી વેપાર કરતા હતા.

સુરતના રાંદેર પોલીસે બાતમીને આધારે શહેરમાં ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સની હેરાફેરી કરી વેપાર કરતા ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. અને તે સાથે રાંદેર પોલીસે નશાનો કારોબાર ને ઝડપી પાડ્યો હતો. પોલીસે બાતમી આધારે શહેરમાં ડ્રગ્સનું વેચાણ કરનાર મોહમ્મદ જુનેદ સાહિલ ઉર્ફે સમારટી અલ્તાફ હુસેન કડિયા, ઈરફાન ઉર્ફે બટકો ઉર્ફે કાલુ રહેમતભાઈ બેગ, અને ઉબેદ ઉર્ફે બાડા ગુલામ હુસેન પેરીયા ને ઝડપી પાડ્યા હતા. જ્યારે ડ્રગ્સનો જથ્થો આપનાર મોસીન ઉર્ફે છત્રી અને શીવા ઉર્ફે જ્વાલા ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે પકડાયેલા ત્રણ આરોપી પાસેથી 16.9 ગ્રામનું ₹1,69,000 ની કિંમતનું એમડી ડ્રગ્સ, રોકડ રૂપિયા 24000, રૂ 41,500 ની કિંમતના મોબાઈલ ફોન , અને બે લાખ 75 હજારની કિંમતની એક લક્ઝુરિયસ કાર મળી કુલ પાંચ લાખ નવ હજાર પાંચસો ની માતા નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.


પકડાયેલા આરોપીને પોલીસે સઘન પૂછપરછ કરતા આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે જાણવા મળ્યું હતું કે પકડાયેલા ત્રણ આરોપી હાઈ પ્રોફાઈલ જીવનશૈલી જીવવા માટે શહેરમાં એમડી ડ્રગ્સનો વેપાર કરતા હતા. ત્રણે આરોપીઓ પોલીસે વોન્ટેડ જાહેર કરેલ મોસીન ઉર્ફે છત્રી અને સેવા ઉર્ફે જ્વાલા પાસેથી એમડી ડ્રગ્સ ની ખરીદી કરી સફેદ કલરની ટેક્સી પાર્શિંગ લક્ઝુરિયસ કાર માં ડ્રગ્સ ની હેરાફેરી કરતા હતા. આરોપી કારમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી અવળું જગ્યાઓને ટાર્ગેટ બનાવી અવરુ જગ્યાએ ચોરી છુપી થી એમડી ડ્રગ્સ નો વેપલો કરતા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post