રાજ્યમાં વધુ એકવાર ભાજપ નેતાનો રૌફ જમાવતા કિસ્સો સામે આવ્યો છે. સુરતના બારડોલીમાંથી ભાજપના નેતા દારૂ પીધેલી હાલતમાં પકડાયો છે, આ નેતાએ પહેલા એક પાણીપુરી વાળી મહિલા સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં તેને ધમકી આપી હતી, જોકે, આ મામલે મહિલાએ પોલીસમાં અરજી કરી હતી, જે પછી પોલીસે ભાજપ નેતા કૌશલ પટેલને ઝડપી પાડ્યો હતો, આ સમયે તે દારૂ પીધેલા હાલતમાં મળ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, સુરતમાં બારડોલી ભાજપના કોષાધ્યક્ષ કૌશલ પટેલ નશાની હાલતમાં ઝડપાયા છે. ખરેખરમાં વાત એમ છે કે, ભાજપ નેતા કૌશલ પટેલે શહેરમાં એક પાણીપુરીની લારી ચલાવતી મહિલા સાથે ઝઘડો કર્યો હતો. કૌશલ પટેલે મહિલા સાથે રૉડ પર લારી મુકવા અને લારીને અન્યત્ર ખસેડવાના મુદ્દે માથાકૂટ કરી હતી અને ધમકી પણ આપી હતી, આ મામલાને લઇને મહિલાએ બારડોલી પોલીસ સ્ટેશનમાં કૌશલ પટેલ વિરૂદ્ધ અરજી આપી હતી. પોલીસે આ અરજી મામલે તપાસ શરૂ કરી અને કૌશલ પટેલને જ્યારે પકડ પહોંચી તે સમયે કૌશલ પટેલ નશાની હાલતમાં ઝડપાયો હતો. ધરપકડ બાદ ભાજપ નેતા કૌશલ પટેલનો જામીન પર છૂટકારો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590