ગુજરાતમાં નકલી પોલીસ બની રોફ અને પૈસા ઉઘરાવીને તોડ કરનારાઓ સમય અંતરાલે પકડાઈ રહ્યા છે,સુરતમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે,સુરતના ઉધના પોલીસે એક નકલી આઇ પી એસ ને પકડી પાડ્યો છે.સુરતના ચાર રસ્તાઓ પર આઈ પી એસ અધિકારી વાહનોને પકડીને મેમો આપતો હતો.પોલીસને આ નકલી આઈ પી એસ ની ધરપકડ કરી હતી,પોલીસે મોહંમદ શરમજ નામના નકલી આઇ પી એસ ની ધરપકડ કરી છે,તેની પાસે વોકી ટોકી સહિતના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.નકલી IPS બનીને ફરી રહેલા આ યુવકનું નામ મોહમ્મદ શરમજ છે અને તે મૂળ બિહારનો વતની છે. સુરતમાં તે ઉન વિસ્તારમાં રહે છે અને સંચા ખાતામાં કામ કરે છે.સુરત ના ઉધના વિસ્તાર માંથી અસલી પોલીસ ના હાથે નકલી પોલીસ ઝડપાઇ ગયો હતો.ઉધના પોલીસ એક અકસ્માત કેસ ની તપાસ કરી રહી હતી તે દરમિયાન આઇ પી એસ ની વર્ધી પહેરેલો યુવાન વાહનો રોકી રહ્યો હતો જેથી પોલીસને શંકા જતા યુવાન પાસેથી આઈ કાર્ડ માંગ્યું તો જુવાને આધારકાર્ડ બતાવ્યું હતું હતું સમગ્ર વાત નો ભાંડો ફૂટી જતા પોલીસે મોહમ્મદ શરમાઝ નામ ના ઈસમની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે મોહંમદ જે જગ્યા એ ઉઘરાનું કરવા માટે ઉભો રહ્યો હતો..તેજ જગ્યા એ ઉધના પોલીસ અકસ્માત ના કેસમાં તપાસ કરતા કરતા ત્યાં પહોંચી હતી.જે જગ્યા પર આ આઈ પી એસ ઓફિસર ઉભો હતો.ખરેખર ત્યાં પોલીસે કોઈ પોઇન્ટ ફાળવ્યો ના હતો.તેમ છતાં પોલીસ કઈ બોલ્યા વગર જાય તે પહેલાં જ ઉધના પોલીસ જવાનો ની નજર મોહંમદ ના યુનિફોર્મ પર પડી તેમાં આઈ પી એસ લખ્યું હતું.આ નામ વાંચતા જ ઉધના પોલીસ મથક ના જવાનો ચોંકી ઉઠ્યા હતા.કારણ કે સુરત માં આ પ્રકારે કોઈ આઈ પી એસ અધિકારી ના હતો..અને ના પણ કોઈ અધિકારી બહાર થી સુરત આવવાના હતા.જેથી પોલીસને શંકા જતા ડુપ્લીકેટ આઈ પી એસ અધિકારી પાસે આઈ કાર્ડ માંગવામાં આવ્યું હતું.ત્યારે મોહમ્મદે આઈ કાર્ડ ની જગ્યા એ આધાર કાર્ડ આપતા પોલીસ જવાનો ની શંકા પ્રબળ બની અને વધુ પૂછપરછ કરતા આ યુવક નકલી આઈ પી એસ અધિકારી બન્યો હોવાનું સામે આવ્યું હતું..નકલી આઈ પી એસ બની વાહન ચાલકો પાસેથી તોડ કરી ગામ ભાગી જવાની ફિરાકમાં હતો તે દરમિયાન જ અસલી પોલીસ ની નજર નકલી પોલીસ બનેલા યુવક પર પડી હતી..જેથી પોલીસે મોહંમદ શરમાઝ નામના યુવકની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે
પોલીસે તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ નકલી આઇપીએસની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે,આ પહેલા તેણે કેટલાક લોકોને ફસાયા કે લૂંટ્યા હોય તેની વિગતો હાલ પોલીસ મેળવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590