નર્મદા જિલ્લામાં આશરે 7 વર્ષ પહેલા ચાણોદ થી ડભોઇ થઈ કેવડિયા રેલ્વે લાઈન નાખવામાં આવી હતી. જે રેલ્વે લાઈન નાખ્યા બાદ રેલવે લાઇનના આજુબાજુના ખેતી ધરાવતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી દર વર્ષે ખેડૂતોને ભારે નુકસાની વીઠવી પડતી હોય છે. જેને ઉદ્દેશીને ગતરોજ ખેતીમાં પાણી ભરાઈ જતા ખેડૂતો દ્વારા નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પાણીના નિકાલ અંગે રજૂઆત કરી હતી.
ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર સાંજરોલી થી લઈ ગભાણ વેલાડી સુધીના ખેડૂતો ની જમીન રેલ્વે લાઈન ની આજુબાજુ આવેલ છે. જેમાં ખેડૂતો વર્ષોથી ખેતી કરી તેમનું જીવન ધોરણ ગુજરાત ચલાવતા આવેલ છે.
પરંતુ છેલ્લા સાત વર્ષ થી રેલવે લાઇન નખાતા ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીનો જમાવડો થતા ભારે નુકસાની ભોગવવાનો વારો આવતો હોય છે જે વરસાદી પાણીનો નિકાલ કરવા રજૂઆત કરાઈ હતી. રેલ્વે લાઈન ના કારણે ખેતરોમાં થી પાણીનો નિકાલ થતો નથી અને પાણી અટકી પડે છે જેના કારણે ખેડૂતોને છેલ્લા સાત વર્ષથી મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. દર વર્ષે પાણી ભરાતા ખેડૂતો ભરે મુશ્કેલીમાં મુકાયા છે જો આમને આમ થશે તો ખેડૂતોને જીવન જીવવામાં મોટું નુકસાન થાય તેમ છે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે જે જમીન ડુબાડમાં જાય છે તે તેમની આજીવિકાનું જીવન ગુજારવાનું સાધન છે. અને હાલ ખેતરમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોનો સંપૂર્ણ પાક નુકસાન થયો છે. જેથી તત્કાલીન પગલાં લેવા ખેડૂતોએ રજૂઆત કરી હતી. તેમજ આ વરસાદી પાણીનો કાયમી ધોરણે નિકાલ લાવવા રજૂઆત કરી હતી.
ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે જો દિન 15માં કોઈ નિકાલ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ખેડૂતો દ્વારા ઉપગ્રહ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
રેલ્વે લાઈન નખાતા ખેડૂતોને હાલ ભોગવી પડતી મુશ્કેલીઓ.
૧) રેલ્વે લાઈન ન ખાતા ખેડૂતો પોતાના ખેતરે પાક કાઢવા માટે ટ્રેક્ટર લઈ જઈ શકતા નથી. ૨) બિલાડી ગામે જવા માટેનો મેઇન રસ્તો જે રેલ્વે લાઈનના કારણે બંધ કરેલ છે.જેના કારણે ખેડુતોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ૩) કોરિડોર રસ્તાનો ખેડૂતો દ્વારા સખત વિરોધ કરવામાં આવે છે. આ રસ્તો આવવાથી ખેડૂતો પાસે બાકી બચેલી જમીન પણ રસ્તામાં સંપાદન થઈ જતી હોય જેથી ખેડૂતો દ્વારા વિરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590