તાપી જિલ્લા એલ સી બી તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ એ પ્રકાશા થી નિઝર તરફ આવતા રોડ ઉપર વ્યાવલ બસ સ્ટેન્ડ પાસે બોલેરો પીકઅપ માં ચોર ખાનું બનાવી દારૂના જથ્થાની હેરાફેરી કરતા એક ઇસમને ઝડપી પાડ્યો હતો. તેમજ દારૂનો જથ્થો સહિત ૨.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
તાપી જિલ્લા એલ સી બી તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,બોલેરો પીકપ ગાડી જેનો રજિસ્ટ્રેશન નં.GJ-05-BU-8413 માં એક ઇસમ બોલેરો પીકઅપ માં ચોર ખાનુ બનાવી તેમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી મહારાષ્ટ્ર રાજ્યના ધુલીયા, નંદુરબાર થઇ ગુજરાત રાજ્યના નિઝર થી સુરત તરફના રોડે જનાર છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ પ્રકાશા થી નિઝર તરફ આવતા રોડ ઉપર વ્યાવલ બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બોલેરો પીક અપ રજિસ્ટ્રેશન નં.GJ-05-BU-8413 આવતા તેની તપાસ કરવામાં આવી હતી. ત્યારે બોલેરો પીકઅપ ના આગળના ભાગે ચોર ખાના બનાવી વેલ્ડીંગ કરવામાં આવેલ હતી અને ત્યાં ચેક કરતા ચોર ખાનામાંથી ભારતીય બનાવટનો પાસ પરમીટ વગરનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ પોલીસે ધોડીરામ લિમ્બાજી ગાયકવાડ ( ઉ.વ.૪૧ રહે.કૈલાશ ભવન,ધોડબંદર રોડ, શિવ સેના ઓફિસ પાસે, મીરા રોડ, ઇસ્ટ ઠાણે મહારાષ્ટ્ર ) ની અટકાયત કરવામાં આવી હતી.તેમજ બોલેરો પીક અપ જેની કિંમત રૂપિયા ૨ લાખ તથા કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૮૬,૪૦૦/- એમ તથા મોબાઈલ જેની કિંમત રૂપિયા ૫,૫૦૦/- એમ મળી કુલ કિંમત રૂપિયા ૨,૯૧,૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.તેમજ દારૂનો જથ્થો ભરાવનાર વિનોદ (રહે. અંકલેશ્વર તા. અંકલેશ્વર જી.ભરૂચ ) અને દારૂનો જથ્થો ભરેલ વાહન આપનાર અક્ષય (રહે.ભરૂચ ) એમ મળી કુલ બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. નિઝર પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590