રાજ્ય અને જિલ્લા કક્ષાએ રોગચાળા નિયંત્રણ અને અટકાયતી માટે સઘન કામગીરી કરાઈ રહી છે. રાજ્યમાં એન્કેફેલાઈટીસના કુલ 84 કેસોમાંથી 46 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઇકાલે 5 દર્દીઓના મોત થયા છે. આરોગ્ય ટીમ દ્વારા કુલ 18 હજાર 729 ઘરોમાં સર્વેલન્સ કામગીરી કરાઈ છે. અત્યાર સુધીમાં એક લાખ 16 હજાર 205 કાચા ઘરોમાં ડસ્ટીંગ - સ્પ્રેઇંગ કામગીરી કરાઈ છે. દરેક કેસની રેપીડ રિસ્પોન્સ ટીમ દ્વારા તપાસ કરાઈ રહી છે. શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ ત્વરીત ધોરણે GBRC ગાંધીનગર ખાતે મોકલી અપાયા છે. અગ્ર સચિવ તથા કમિશનર આરોગ્ય દ્વારા દૈનિક ધોરણે તમામ કામગીરી પર દેખરેખ રખાઈ રહી છે. જાહેર જનતામાં ભયનો માહોલ ન થાય તે માટે લોકોને સતત માહીતી માર્ગદર્શન અપાઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590