Latest News

સુરતમાં મંજૂરી વગરની જગ્યાએ શાળા ચલાવતા જીવનભારતી ટ્રસ્ટને રૂપિયા એક લાખનો દંડ

Proud Tapi 07 Jun, 2023 10:36 AM ગુજરાત

જીવનભારતી મંડળ દ્વારા નાનપુરા ટીમલિયાવાડ ખાતે શ્રીમતી ઉષા અને ઉમાકાંત ડી કોન્ટ્રાકટર શૈશવ કુંજ નામની અંગ્રેજી માધ્યમની ખાનગી પ્રાથમિક શાળા શરૃ કરવા માટે મંજૂરી લીધી હતી.જે પ્રાથમિક શાળા ની તપાસ કરવા માટે સુરત જિલ્લા શિક્ષણાધિકારીની એક ટીમે  આ પ્રાથમિક શાળાની ગત દિવસોમાં તપાસ હાથ ધરી હતી.જે  તપાસ દરમ્યાન તપાસ અર્થે ગયેલી  ટીમને કેટલીક ચોંકાવનારી માહિતી મળી હતી કે , ટ્રસ્ટ દ્વારા જે જગ્યાએ એટલે કે ટીમલીયાવાડ ખાતે પ્રાથમિક શાળા શરૂ કરવા માટે મંજૂરી લીધી છે. પરંતુ આ સ્થળે તો આ શાળાના કોઇ નામ નિશાન નથી. શાળા મૂળ જગ્યાએ કાર્યરત જ નથી.સૂત્રોના જણાવ્યા મુજબ ડીઇઓની ટીમે વધુ તપાસ કરતા આ શાળા અડાજણમાં શરૂ કરાઇ હતી. જેથી  ત્યાં તપાસ કરતા ત્યાં શાળા શરૂ કરવા મંજૂરી મળી હોય તેવા કોઇ આધાર તપાસ અર્થે ગયેલી ટીમ સમક્ષ રજુ કરી શક્યા ન હતા. જેથી  ઇન્ચાર્જ સુરત જિલ્લા શિક્ષણાધિકારી દિપક દરજી એ જીવન ભારતી ટ્રસ્ટ ના પ્રમુખને આપણું ટ્રસ્ટ અમાન્ય સ્થળે મંજૂરી લીધા વગર શાળા ચલાવે છે. જેથી અમાન્ય શાળા ચલાવવા બદલ બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ -૨૦૦૯ મુજબ ટ્રસ્ટને શાળાની મંજૂરી મેળવ્યા વિના શાળા ચલાવવા બદલ રૂ.૧ લાખનો દંડ ફટકાર્યો હતો. અને જેટલા દિવસ ઉલ્લધન ચાલુ રહે તે દરમ્યાન દરેક દિવસ માટે રૂ. ૧૦ હજાર દંડ શા માટે ના કરવો તે અંગે ખુલાસો કરવા સાત દિવસ નું અલ્ટીમેટમ આપતી કારણદર્શક નોટીસ ફટકારી હતી.સાથે જ નિયત સમય મર્યાદામાં ખુલાસો મળશે નહીં તો કશું કહેવા માંગતા નથી તેમ માની શાળા બંધ કરવા અંગે નિયમોનુસાર કાર્યવાહી કરવા ચીમકી આપી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post