સોનગઢ પોલીસે કારમાં દારૂની બોટલ સાથે બે ઇસમોની અટકાયત કરી હતી તેમજ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ની દારૂની બોટલ અને બે લાખ રૂપિયાની કાર જપ્ત કરવામાં આવી હતી.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસો લક્કડકોટ રોડ પર પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન એક આઈ ટ્વેન્ટી કાર રજી. નં. GJ-05CR-7294 આવતા પોલીસે તેની તપાસ કરી હતી.ત્યારે કારમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર ની દારૂની બોટલ મળી આવી હતી.જે બાદ પોલીસે કારમાં સવાર 1.જેવુર દેવેન્દ્ર પટેલ અને 2.સ્વપ્નિલ દિનેશ ભગત (બંને રહે.અડાજણ તા.જી.સુરત )ની અટકાયત કરવામાં આવી હતી.તેમજ બે લાખ રૂપિયા ની કિંમતની કાર તથા દારૂની બોટલ એમ મળી કુલ કિંમત રૂપિયા ૨,૦૦,૪૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.સોનગઢ પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590