વાલોડ તાલુકાના કુંભિયા ગામની સીમમાં આવેલ ખેતરમાં ગેરકાયદેસરનો પાસ પરમિટ વગરનો દારૂનો જથ્થો સગેવગે કરવામાં આવી રહ્યો હતો.ત્યારે પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.અને ૧.૨૧ લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.જોકે ત્યાંથી બુટલેગર પોલીસને જોઇને નાસી છૂટયો હતો.
વાલોડ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,લીસ્ટેડ બુટલેગર નયન ઉર્ફે સિમરો યોગેશ ચૌધરી વાલોડ તાલુકાના કુંભીયા ગામે વાડી ફળીયાની સીમમાં આવેલ કિકુ ૨ત્યા ચૌધરીના ખેતરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી સગેવગે કરે છે. જે બાતમીના આધારે વાલોડ પોલીસ સ્ટાફના માણસોએ કુંભિયા ગામ ખાતે આવેલ કિકુ ૨ત્યા ચૌધરીના ખેતરમાં રેડ કરી હતી. ત્યારે પોલીસે સ્થળ પરથી પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો તથા મોપેડ રજી. નં.GJ-26-AC-2279 સહિત ૧.૨૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે પોલીસને જોઈને બુટલેગર નયન ઉર્ફે સિમરો યોગેશ ચૌધરી (રહે.કણજોડ તા.વાલોડ જી.તાપી )નાસી છૂટ્યો હતો. જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. વાલોડ પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590