ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્વણને પત્ર લખીને OTT અને સોશિયલ મીડિયા પર પ્રસારિત થતી અશ્લીલ અને વિકૃત સામગ્રી પર સખત નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં લેવા માટે વરજુઆત કરી છે.
ગુજરાતના યુવા જાગરણ મંચ દ્વારા સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવેલ અશ્લીલ અને વિકૃત સામગ્રી અંગે મંત્રીનું ધ્યાન પણ દોર્યું છે.OTT કન્ટેન્ટમાં વલ્ગારિટી,નગ્નતા અને ડ્રગ્સનો દુરુપયોગ એટલો ગ્લેમરાઇઝ્ડ છે કે,બાળકોને લાગે છે કે આ જ જીવન છે. આ જોઈને બાળકો ઈમ્પલ્સિવ થઈ રહ્યા છે,જે સમાજ માટે નુકસાનકારક છે.બાળકોનું સામાજિક વર્તુળ પણ સમાપ્ત થઈ રહ્યું છે.
OTT પર દર્શાવેલ કન્ટેન્ટ ખૂબ જ વ્યસનકારક છે.એક એપિસોડ પૂરો થયા પછી યુઝર્સને બીજો એપિસોડ જોવાની તીવ્ર ઇચ્છા હોય છે. મનોવિજ્ઞાનની ભાષામાં તેને મજબૂરી કહે છે.ઘણા યુઝર્સ આખી રાત સ્ટ્રીમિંગમાં વિતાવે છે. આવી સ્થિતિમાં, જ્યારે તેઓ પૂરતી ઊંઘ લેતા નથી, ત્યારે તેઓ અન્ય માનસિક વિકૃતિઓ વિકસાવે છે.
સોશિયલ મોરલ વેલ્યુ ડાઉન થાય OTT પર પ્રસ્તુત કન્ટેન્ટમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર, શિક્ષક-વિદ્યાર્થી અફેર અને કૌટુંબિક સંબંધોને પણ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. આને જોયા પછી બાળકોના મનમાં વાસ્તવિક દુનિયામાં અજમાવવાની ઇચ્છા વધે છે. આ ઉપરાંત, આ વસ્તુઓને સામાન્ય બનાવીને OTT સામાજિક નૈતિક મૂલ્યને પણ નીચે લાવી રહ્યું છે.
અશ્લીલતાના કારણે આજનું યુવાધન નેગેટિવ વિચારસરણી તરફ ધકેલાય છે. અશ્લીલ અને વિકૃત અભિવ્યક્તિઓના કારણે રાષ્ટ્રના સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યો પર પ્રહાર થતાં હોવાથી તેમજ સામાજિક અને પારિવારિક પ્રણાલી પર તેની અસર થતી હોવાથી જરૂરી પગલાં લેવા માટે પત્રમાં રજૂઆત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590