Latest News

મહારાષ્ટ્ર: હીટ સ્ટ્રોક થી 13 લોકોના મોત બાદ શિંદે સરકાર પર પ્રશ્નો ઉભા થયા, મંત્રી ઉદય સામંતે સ્પષ્ટતા કરી

Proud Tapi 17 Apr, 2023 07:20 PM ગુજરાત

મહારાષ્ટ્રમાં એવોર્ડ સમારોહમાં હીટ સ્ટ્રોક થી 13ના મોત

મહારાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક સન્માન મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ-2022 ના કાર્યક્રમમાં રાજ્યભરમાંથી લાખો લોકો એકઠા થયા હતા. જેમાંથી 13 લોકોના મોત હીટ સ્ટ્રોક ના કારણે થયા છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે નવી મુંબઈના ખારઘરમાં સામાજિક કાર્યકર અને આધ્યાત્મિક નેતા દત્તાત્રેય નારાયણ ઉર્ફે અપ્પાસાહેબ ધર્માધિકારીને "મહારાષ્ટ્ર ભૂષણ" એવોર્ડથી સન્માનિત કર્યા. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. પરંતુ આ કાર્યક્રમમાં એક દુ:ખદ ઘટના બની અને 13 લોકોએ જીવ ગુમાવ્યા.

મહારાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક સન્માન મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ-2022 ના કાર્યક્રમમાં રાજ્યભરમાંથી લાખો લોકો એકઠા થયા હતા. જેમાંથી 13 લોકોના મોત હીટસ્ટ્રોકના કારણે થયા છે. જ્યારે 100થી વધુ લોકોની તબિયત લથડી હતી. આ ઘટનાથી રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. શિંદે-ફડણવીસ સરકારની ભારે ટીકા થઈ રહી છે.

સાંજે કાર્યક્રમ યોજાવાનો હતો.
બધા એક અવાજે પૂછી રહ્યા છે કે એપ્રિલ મહિનાની આકરી ગરમીમાં બપોરના સમયે આ કાર્યક્રમ કેમ યોજવામાં આવ્યો? દરમિયાન, શિંદે સરકારમાં મંત્રી અને નવી મુંબઈના પાલક મંત્રી ઉદય સામંતે ટીકાકારોને જવાબ આપ્યો છે. વિપક્ષના પ્રશ્નનો જવાબ આપતા ઉદય સામંતે કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદે આ કાર્યક્રમ સાંજે કરવા માંગતા હતા. પરંતુ આધ્યાત્મિક નેતા અપ્પા સાહેબ ધર્માધિકારીના અનુયાયીઓએ વિનંતી કરી કે સાંજે કાર્યક્રમ થવાનો હોવાથી અમને ઘરે જવા માટે મોડું થઈ જશે. જેથી સવારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉદય સામંતે સ્પષ્ટતા કરી હતી
આ કાર્યક્રમમાં ભાગ લેનાર 13 લોકોના પ્રખર ગરમીના કારણે મોત થયા છે. જ્યારે 18 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સ્થિર છે. સમગ્ર ઘટનાનું વર્ણન કરતાં સામંતે કહ્યું કે 'મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ' સમારોહમાં જે ઘટના બની તે દુર્ભાગ્યપૂર્ણ છે. જોકે આવી ઘટના નું રાજનીતિકરણ ન થવું જોઈએ, ઉલટું આવી સ્થિતિમાં વિપક્ષને સમર્થન આપવું જોઈએ.

'અચાનક બદલાયેલ હવામાન'
ખારઘરમાં 306 એકરમાં ફેલાયેલા ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમ માટે 600 મદદગારો, 150 નર્સો, 75 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. અમરાઈની હોસ્પિટલમાં 4 હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. અન્ય હોસ્પિટલોમાં પણ પથારીઓ અનામત રાખવામાં આવી હતી. જ્યારે 1 હજાર 50 બસો પણ હતી. શ્રી સભ્યોને મહત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. નોંધનીય છે કે સ્થળની સૌથી નજીકના હવામાન વિભાગે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું.

સામંતે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. જેના કારણે તાપમાનનો પારો 34 થી 35 ડિગ્રીની વચ્ચે પહોંચી ગયો હતો. આ કાર્યક્રમમાં 20 થી 22 લાખ લોકોએ ભાગ લીધો હતો. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે કે ઘટનામાં પણ રાજકારણ રમાઈ રહ્યું છે. આ ઘટનાને સમર્થન આપી શકાતું નથી. પરંતુ સાથે મળીને પીડિતોને સાંત્વના આપવી જરૂરી હતી.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post