મહેશ પાડવી (નિઝર ) : ગુજરાત સહીત આજુ બાજુના રાજ્યમાં જંગલનું પ્રમાણ ઓછું થતા જંગલમાં રહેતા પ્રાણીઓ હવે બહાર આવતા જોવા મળી રહ્યા છે.જેમાં ખાસ કરીને ગુજરાતના દક્ષિણભાગમાં અવાર-નવાર ખેતરો તેમજ ગામના રસ્તાઓ પર નરભક્ષી દીપડાઓ લટાર મારતા જોવા મળી રહ્યા છે.
ગત દિવસોમાં નિઝર તાલુકાના ગામોમાં દીપડો જોવાતા ગ્રામ જનો દ્વારા ફોરેસ્ટ વિભાગના અધિકારીને જાણ કરાતા, તેમના દ્વારા નિઝરના લાલભાઈ પટેલના ખેતરે પાંજરો મુકવામાં આવ્યો હતો.જે બાદ આજ રોજ 10 વાગ્યાના અરસામાં નરભક્ષી દીપડો પાંજરે પુરાતા સ્થાનિક લોકો અને ખેડૂતોએ હાસ કારો અનુભવ્યો હતો.
સ્થાનિક ગ્રામ જનો અને ખેડૂતો પાસેથી મળતી માહિતી અનુસાર નિઝર અને કુકરમુંડા તાલુકામાં આશરે 3 જેટલા દીપડા લટાર મારતા જોવા મળી રહ્યા છે.જ્યારે હાલ એક જ દીપડો પાંજરે પુરાતા લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભૂતકાળમાં કુકરમુંડા તાલુકામાં નરભક્ષી દીપડાએ બાળકી તેમજ અન્ય એક ઈસમ પર હુમલો કરી ચુક્યો છે . ત્યારે તાપી જિલ્લા વન વિભાગ દ્વારા નિઝર અને કુકરમુંડા તાલુકામાં લટાર મારતા નરભક્ષી દીપડાને વહેલી તકે પાંજરામાં પુરે તેવી લોક માંગ ઉઠી છે. (ફોટો - સુરેશ ઠાકરે )
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590