જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીઓ સહિત મહેસુલી અધિકારીઓએ કલેકટરશ્રીને આવકાર્યા
ગત દિવસોમાં રાજ્યમાં ૧૬ જેટલા આઈ.એ.એસ. અધિકારીઓના થયેલા બદલીના હુકમ અનુસાર, ડાંગ જિલ્લા કલેક્ટર તરીકે ગાંધીનગર સ્થિત અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગના જોઈન્ટ સેક્રેટરી સુશ્રી શાલિની દુહાનની નિમણૂક કરવામાં આવી હતી.
જેના અનુસંધાને ડાંગ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સુશ્રી શાલિની દુહાને વિધિવત તેમનો ચાર્જ સંભાળી લીધો છે.
આ પ્રસંગે જિલ્લાની વિવિધ કચેરીઓ વિભાગના અધિકારીઓ સહિત મહેસુલી અધિકારીઓએ કલેક્ટરશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ડાંગ કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ તેઓએ જિલ્લાના અધિકારીઓ પાસેથી જિલ્લાની પરિસ્થિતિ અંગેનો તાગ મેળવ્યો હતો. તેમજ જિલ્લાને વધુ સારી રીતે વિકાસના પંથે અગ્રેસર કરવા, સાથે સુશાસનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સુશ્રી શાલિની દુહાન પાનિપત ના વતની છે અને તેઓ વર્ષ ૨૦૧૬ના સનદી અધિકારી છે. આ અગાઉ તેમણે વિવિધ વિભાગના મહત્વપૂર્ણ હોદ્દાઓ ઉપર તેમની ફરજ સફળતાપૂર્વક બજાવી છે.
ડાંગ કલેક્ટર સુશ્રી શાલિની દુહાને આહવા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી
આહવા સિવિલ હોસ્પિટલની ઉપલબ્ધ સુવિધાઓનો તાગ મેળવી દર્દીઓની સુખાકારી માટે પગલાં લેવા સત્તાધિકારીઓને સુચના આપી
ડાંગ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર સુશ્રી શાલિની દુહાને જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી.
જ્યાં આહવા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ આર.એમ.ઓશ્રી ડો. એસ.બી.પવાર અધિક્ષકશ્રી ડો.મીતેશ કુનભી, તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિંમાશુ ગામિતે જનરલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ ડોક્ટર, નર્સ કર્મચારીઓ સ્ટાફની વિગતો સહિત આરોગ્ય વિષયક સેવાઓની જાણકારી આપી હતી.
કલેક્ટરશ્રીએ આહવાની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની પરિસ્થિતિ જાણી, ઉપલબ્ધ સેવાઓની માહિતી મેળવી હતી. સાથેજ વિવિધ સેવાઓ માટેના ડોકટર્સની વિગતો પણ તેમણે મેળવી હતી.
હોસ્પિટલમાં દર્દીઓને આવશ્યક સેવાઓ મળી રહે દર્દીઓને કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે તેવી વ્યવસ્થાઓ ઉભીકરવા કલેક્ટરશ્રીએ સત્તાધિકારીશ્રીઓને સુચનો કર્યાં હતાં.
દરમિયાન કલેકટરશ્રીએ અહીંના ડાયાલીસીસ સેન્ટર કે.એમ.સી.રૂમ ઇમર્જન્સી વોર્ડ બાળ મહિલા અને પુરૂષ વોર્ડની સાથેજબાલ સંજીવની કેન્દ્ર ની મુલાકાત લીધી હતી. જયા દર્દીઓની મુલાકાત લઇ ઉપલબ્ધ સેવાઓ વિશે વિગતે માહિતી મેળવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590