ઉત્તરાયણ પર્વ તારીખ ૧૦ મી જાન્યુઆરીથી ર૦ મી જાન્યુઆરી- ૨૦૨૫ દરમિયાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરૂણા અભિયાન સંદર્ભે ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ પોલીસના સુરક્ષા સેતુ સોસાયટી કાર્યક્રમ અંતર્ગત, આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઇકો ફ્રેન્ડલી પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ અંગે જાગૃતતા વધે તે માટે સ્કુલોમાં જઇ બાળકોને સાયબર ક્રાઈમ અવેરનેસના સૂત્રવાળા પતંગોની વહેંચણી કરવામાં આવી હતી. તેમજ ટ્રાફિક નિયમનના બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590