Latest News

ડાંગ જિલ્લાની ગાઢવી, ગડદ, મહાલપાડા અને ગલકુંડ સેજા કક્ષાનો પોષણ ઉત્સવ યોજાયો

Proud Tapi 15 Jan, 2025 07:02 AM ગુજરાત

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ જે લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે. બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાધ્યો નો ઉપયોગ થાય તે ખુબ જરૂરી છે. જેની જાગૃતિ માટે તારીખ ૧૧ જાન્યુઆરી ૨૦૨૫ ગાઢવી, ગડદ, મહાલપાડા અને ગલકુંડ સેજા કક્ષાનો પોષણ ઉત્સવ યોજાયો હતો. સેજા કક્ષાએ વાનગી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જે સ્પર્ધામાં વિજેતા બનેલા સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના સદસ્યો, ગામના સરપંચશ્રીઓ, ગામના આગેવાનો, સેજાની મુખ્ય સેવિકા મહિલાઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પોષણનું મહત્વ બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ માટે જરુરી કેલરી પ્રોટીન અને સુક્ષ્મ પોષકતત્વો યુક્ત ટેક હોમ રાશન (માતૃશકિત, બાલશકિત અને પૂર્ણાશક્તિ) દર માસે વિનામૂલ્યે આંગણવાડી કેન્દ્ર માંથી તેઓની દૈનિક પોષણની જરૂરીયાતના એક તૃતીયાંશ ભાગનું પોષણ પૂરૂ પાડવા માટે આપવામાં આવે છે. મિલેટ (શ્રી અન્ન) નાના દાણા વાળા ધાન્ય પાકોનું જુથ છે. જેમાં વિવિધતાસભર પાકો જેવા કે, બાજરી, જુવાર, નાગલી (રાગી). કાંગ, ચેણો, બંટી (સામો). કોદરી, વરી વગેરેનો સમાવેશ થાય છે. જેમાં મોટા ભાગના પાકોનું મૂળ ભારત છે અને તે ભારતના પ્રાચીન અને ગુણકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે. મિલેટ (શ્રી અન્ન) આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે. ટેક હોમ રાશન (માતૃશકિત, બાલશકિત, અને પૂર્ણા શક્તિ), મિલેટ (શ્રી અન્ન) તેમજ સરગવા જેવા પૌષ્ટીક ખાધ્યોના મદદથી પૌષ્ટીક વાનગી/ ખોરાકની રોજીંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભઆશયથી પોષણયુક્ત વાનગીઓ અંગેના જુદા-જુદા સ્તર પર પોષ્ટિક વાનગી સ્પર્ધાનુ આયોજન કરવામાં આવે છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post