આખા વિશ્વમાં એકમાત્ર સુરત શહેર એવું છે કે, જે ચંદની પડવાના દિવસે સ્પેશિયલ મીઠાઈ ઘારી આરોગે છે. જે દેશના અન્ય કોઈ પણ શહેરમાં મળતી નથી. સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી એક જ દિવસે ખાઈ જશે. લોકોના આરોગ્યને ધ્યાને રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને સેમ્પલો લેવાના શરૂ કરાયા છે. ઘારીની અંદર વિશેષ કરીને દૂધના માવાનો ઉપયોગ થાય છે, તેમાં ડ્રાયફ્રૂટ અને ઘીનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. ઘણા વિક્રેતાઓ પોતાના ઉત્પાદનમાં વધુ લાભ મેળવી લેવાની અપેક્ષા સાથે ગુણવત્તાયુક્ત માવો અને ઘીનો ઉપયોગ કરવાના બદલે ઓછી કિંમતના રોમટિરિયલનો ઉપયોગ કરી લેતા હોય છે. જેના કારણે લોકોના આરોગ્ય સામે જાેખમ ઊભું કરી દેતા હોય છે.
આરોગ્ય વિભાગ દ્વારા ઘારીના સેમ્પલ લેવાના શરૂ કર્યા છે, જેમાં વિશેષ કરીને માવાની ગુણવત્તા અને ઘી અંગે તપાસ કરવામાં આવશે.આરોગ્ય અધિકારી એ.જે. ગોહિલે જણાવ્યું કે, આગામી ચંદની પડવાના તહેવારને ધ્યાનમાં રાખીને ઘારીના સેમ્પલ લેવાના શરૂ કરાયા છે. અલગ અલગ ૧૮ જેટલી ટીમ બનાવવામાં આવી છે. જેણે રાંદેર, અઠવા ઝોન, રિંગ રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં જઈને સેમ્પલિંગની કામગીરી શરૂ કરી દીધી છે. ચાંદની પડવા પહેલા જ જે સેમ્પલ લેવામાં આવ્યા છે તેના રિપોર્ટ આવી જશે અને તેના આધારે આરોગ્ય વિભાગ જરા પણ ભેળસેળ ઘારી બનાવવામાં દેખાઈ હશે તેની સામે તાત્કાલિક પગલાં લેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590