નિઝર તાલુકાના પીપલોદ ગામમાં મોટરસાયકલ ચાલકે બળદગાડાને પાછળથી ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.
નિઝર તાલુકાના મુબારક પુર ગામ ખાતે રહેતા ચેતન હસમુખ પટેલ પોતાના કબજા ની મોટર સાયકલ રજી. નં.GJ-26-P-6339 પર સવાર થઈને પીપલોદ ગામની સીમમાં આવેલ વ્યાવલ -પીપલોદ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ચેતન પટેલ એ આગળ જતા બળદગાડાને પાછળથી ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ચેતન પટેલને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેમાં સારવાર દરમિયાન ચેતન પટેલનું મોત નીપજ્યું હતું. અકસ્માતને લઈને નિઝર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590